Vadodara: MS યુનિવર્સિટીમાં ફર્નિચર ખરીદીમાં કૌભાંડ ! પૂર્વ વિદ્યાર્થી નેતાના આક્ષેપ બાદ શિક્ષણ વિભાગે શરુ કરી તપાસ

પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ RTI કરીને ફર્નિચરના કામ અંગેની વિગતો માગી હતી. જેના જવાબમાં યુનિવર્સિટી દ્વારા જે નોર્મ્સના આધારે કામ કરવામાં આવ્યુ તેની વિગતો આપવામાં આવી. જેમાં ગેરરીતિ થઇ હોવાનું તેમણે જણાવ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 9:14 AM

વડોદરા (Vadodara)ની એમ એસ યુનિવર્સિટી (MS University)માં ફર્નિચર ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો બાદ શિક્ષણ વિભાગ (Education Department) પણ હરકતમાં આવ્યું છે. આ કેસમાં ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચનાથી તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ વડોદરા પહોંચ્યા હતા અને તપાસ અધિકારીએ યુનિવર્સિટીમાં તપાસ કરી નિવેદનો નોંધી અહેવાલ તૈયાર કર્યો છે.

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ફર્નિચર ખરીદીમાં ગેરરીતિ થઇ હોવાનો એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યો છે. પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ આ મામલે ફરિયાદ પણ કરી હતી. જેને ધ્યાને લઇને આ અંગે તપાસ શરુ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચનાથી તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ વડોદરા પહોંચી તપાસ કરી હતી. તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીને મળ્યા હતા અને તેમની ફરિયાદને સાંભળી હતી, ત્યાર બાદ યુનિવર્સિટીના એડમીન વિભાગમાંથી નિવેદનનો પણ નોંધ્યા હતા. જેનો અહેવાલ તૈયાર કરીને ડોક્ટર સ્મિતા છાબ શિક્ષણ વિભાગને સુપરત કરશે.

એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીએ સત્તાધીશોએ હોસ્ટેલમાં ફર્નિચરના કામ સંદર્ભે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ જાતના નોટિફિકેશન વગર ફર્નિચરનું કામ મળતિયાઓને આપી સત્તાધીશોએ ભ્રષ્ટાચાર આચર્યો છે અને પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ આ અંગે તપાસ હેતુ મુખ્યપ્રધાનને ઉદ્દેશીને શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી.

પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ RTI કરીને ફર્નિચરના કામ અંગેની વિગતો માગી હતી. જેના જવાબમાં યુનિવર્સિટી દ્વારા જે નોર્મ્સના આધારે કામ કરવામાં આવ્યુ તેની વિગતો આપવામાં આવી. જો કે પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીના જણાવ્યા અનુસાર સરકારના જે નોર્મ્સ છે તેના આધારે કામ થયુ નથી. જે અંગે પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબને દસ્તાવેજો પણ બતાવ્યા હતા.

આ પણ વાંચો-

આજે ગુજરાતમાં કોરોના સામેના રસીકરણનો નવો વિક્રમ સ્થપાશે, 10 કરોડ રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ થશે

આ પણ વાંચો-

અમદાવાદ : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલવી કમરગનીના 9 દિવસના રિમાન્ડ મંજૂર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">