Vadodara: સયાજીરાવ હોસ્પિટલમાં નશામુક્તિ કેન્દ્ર ખાતે 3 મહિનામાં 256 દર્દીઓની થઇ સારવાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવે છે દર્દીઓ 

|

May 31, 2023 | 11:59 PM

સયાજી હોસ્પિટલમાં નશા મુક્તિ કેન્દ્ર ખાતે છેલ્લા 3 મહિનામાં જ કુલ 256 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે. જેમાં 240 જેટલા દર્દીઓ આલ્કોહોલના કારણે પરેશાન હોવાથી તેનાથી છુટકારો મેળવવા અર્થે અહીં લાભ લીધો છે.

Vadodara: સયાજીરાવ હોસ્પિટલમાં નશામુક્તિ કેન્દ્ર ખાતે 3 મહિનામાં 256 દર્દીઓની થઇ સારવાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવે છે દર્દીઓ 

Follow us on

Vadodara : જિલ્લાની સયાજીરાવ હોસ્પિટલ કે જે મધ્ય ગુજરાતનું સૌથી મોટું સરકારી હોસ્પિટલ હોવાની સાથે અનેક આદ્યુનિક સારવાર માટે ખ્યાતનામ છે જ્યાં અત્યારે માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવેલ નશા મુક્તિ કેન્દ્ર ખાતે અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 3 મહિનામાં જ કુલ 256 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે. જેમાં 240 જેટલા દર્દીઓ આલ્કોહોલના કારણે પરેશાન હોવાથી તેનાથી છુટકારો મેળવવા અર્થે અહીં લાભ લીધો છે. આ તમામ માઠી લગભગ 70 ટકા જેટલું સકારાત્મક પરિણામ મળ્યું છે. નશા મુક્તિ કેન્દ્રન નોડલ અધિકારી ડૉ. મહેશ સુથારનું કહેવું છે કે, વ્યસનની દુનિયાનો રસ્તો તમાકુથી થતો હોય છે. જે ધીમે ધીમે પુરા શરીરને પોતાના વશમાં કરી લે છે. પછી વ્યક્તિ એનાથી છુટકારો મેળવવા મથે તો એને પોતાને પણ ઘણી તકલીફ થતી હોય છે એવી સ્થિતિ ઊભી થાય છે.

તમાકુથી પોતાની લત છોડાવવા માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવે છે. જેમાં મધ્યપ્રદેશથી 4 દર્દીઓ કે જેઓ પોતે અફીણના બંધાણી છે. તેઓએ નિયમિત રીતે દવાઓ લઈને હવે છુટકારો મેળવી ચુક્યા છે. ડૉ. સુથારે જણાવ્યું હતું કે, અહીં દરેક પ્રકારની સારવાર મફતમાં કરવામાં આવે છે. દર્દી પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

કેન્સર વિભાગના હેડ દ્વારા આ બાબતે જણાવ્યું હતું કે, એવુ નથી કે તમાકુથી ફકત મોઢાનું જ કેન્સર થાય. તમાકુનું સેવન કરનાર દરેક વ્યક્તિને અનેકો બીમારી થઇ શકે છે, જેમકે, શ્વરપેટી, અન્ન્નળી, પેશાબની નળી, કિડની, ગર્ભાશય, બ્લડ પ્રેશરનું વધવું ઘટવું, મગજ સુધી લોહીનું ભ્રમણ ન થવું, પગની આંગળીઓ ખવાઈ જવી, ટીબી, ફેફસા, અસ્થમા તેમજ નસોનું પાતળા થવું જેવી અનેકો બીમારીઓ 99 ટકા સંભવિત છે. તમાકુથી વધુ નકારાત્મક અસર થતી હોય છે તેમ બીડી કે સિગારેટના ધુમાડાથી અન્ય વ્યક્તિ કે જે તમાકુનો બંધાણી નથી જ તેના શ્વાસ દ્વારા જયારે આ ધુમાડો પ્રવેશે ત્યારે એ વ્યક્તિને પણ કેન્સર થવાની પુરી શક્યતા છે. આથી તમાકુ એ વ્યક્તિનું અને સાથે અન્યનું જીવન બરબાદ કરવા પૂરતું છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ પણ વાંચો : મનપાએ તૈયાર કર્યો પ્રિ-મોન્સુન પ્લાન ડ્રેનેજ અને તળાવોમાં પાણી પહોંચતા માર્ગોની સફાઈના આદેશ

એસ. એસ. જી. હોસ્પિટલના કેન્સર વિભાગમાં અત્યાર સુધી કુલ 1300 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે. જેમાં મોટાભાગના દર્દીઓ આયુષ્માન કાર્ડ ધારકો હોય છે. હેડનેક વાળા દર્દીઓમાં અત્યાર સુધી 600 દર્દીઓ હતા, જેમાંથી 500 દર્દી તમાકુના હતા. અત્યારના સમયમાં મોટાભાગે યુવાનોમાં ઈ સિગારેટનું ચલણ વધ્યું છે. જે આવનાર સમયમાં ખતરાની લાલ બત્તી સમાન છે. ત્યારે આવા જુવાનિયાઓએ આવા દર્દીઓને મળીને એમની વ્યથા જાણવી જોઈએ.તે હાલના સમયની મંગા છે.

અહી આવેલા મધ્યપ્રદેશના દર્દી કે જેને બાળપણથી જ બીડીની લત હતી. જેની ગંભીર અસર અત્યારે જોવા મળી હતી. આ દર્દી એસ. એસ. જી. હોસ્પિટલના કેન્સર વિભાગમાં છેલ્લા 2 મહિનાથી પોતાની સારવાર કરાવે છે. તેઓને ગળામાં મોટી ગાંઠ થઇ ગઈ હતી જે હવે અહીં સારવાર થયા બાદ ઠીક થઇ છે. હવે આ દર્દી જાતે જ કહે છે કે તેઓ હવેથી તમાકુ કે બીડીને ક્યારેય હાથ નહીં લગાડું. આ રીતે કેટલાય દર્દીઓએ અહી સરવા કરવી નશા માઠી મુક્તિ મેળવી છે. હાલના યુવાને નશાની લત હોય તો તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે કારણ કે આગામી સમયમાં આ વાત વધુ ગંભીર બની શકે છે.

(with input – yunus gazi)

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:57 pm, Wed, 31 May 23

Next Article