વડોદરાના યુનાઇટેડ વેના ગરબા ફરી વિવાદમાં, ગરબા રમતી યુવતીના મોઢામાંથી ધુમાડા નીકળતા હોવાનો વીડિયો વાયરલ

આ વર્ષે વડોદરાના (Vadodara) વિશ્વ વિખ્યાત યુનાઇટેડ વે ગરબા પ્રથમ નોરતાથી જ વિવાદમાં રહ્યા છે. યુનાઇટેડ વે (United Way) ગરબામાં પ્રથમ દિવસે નાનો હોબાળો થયો હતો. જે પછી યુનાઇટેડ વેના ગરબામાં બીજા નોરતાએ ખેલૈયાઓએ હોબાળો મચાવીને રોષ વ્યક્ત કર્યો હતો.

વડોદરાના યુનાઇટેડ વેના ગરબા ફરી વિવાદમાં, ગરબા રમતી યુવતીના મોઢામાંથી ધુમાડા નીકળતા હોવાનો વીડિયો વાયરલ
ગરબા રમતી યુવતીના મોઢામાંથી ધુમાડા નીકળતા હોવાનો વીડિયો વાયરલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 2:51 PM

વિશ્વ વિખ્યાત વડોદરાના (Vadodara) યુનાઇટેડ વે (United Way) ગરબા ફરી વિવાદમાં આવ્યા છે. યુનાઇટેડ વેના ગ્રાઉન્ડમાં ગરબા (Garba) રમતી યુવતીના મોઢામાંથી ધુમાડા નીકળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈને હિન્દુવાદી સંસ્થાઓમાં રોષ ફાટી નિકળ્યો છે. જોકે યુવતીના હાથમાં સિગારેટ (cigarettes) છે કે કેમ તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ હાઈ પ્રોફાઈલ મહિલાએ ગરબા રમતા રમતા ધુમ્રપાન કર્યુ હોવાની આશંકા સેવાઈ છે. યુનાઈટેડ વે ગરબામાં હજારોની સંખ્યામાં લોકો આવે છે. એવામાં કોઈ ધુમ્રપાન કરે તો લોકોનું સ્વાસ્થય તો બગડે જ છે. પરંતુ તેની સાથે લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચે છે.

પહેલા નોરતાથી યુનાઇટેડ વેના ગરબા વિવાદમાં

આ વર્ષે વડોદરાના વિશ્વ વિખ્યાત યુનાઇટેડ વે ગરબા પ્રથમ નોરતાથી જ વિવાદમાં રહ્યા છે. યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ દિવસે નાનો હોબાળો થયો હતો. જે પછી યુનાઇટેડ વેના ગરબામાં બીજા નોરતાએ ખેલૈયાઓએ હોબાળો મચાવીને રોષ વ્યક્ત કર્યો હતો. નવરાત્રીના બીજા દિવસે ઈન્ટરવલ બાદ પગમાં પથ્થરો વાગતા ખૈલેયાઓએ હોબાળો મચાવ્યો હતો. તો ફૂડ કોર્ટ તથા પાણીના સ્ટેન્ડમાં પણ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે ખલૈયાઓ રોષે ભરાયા હતા. જો કે હોબાળાને પગલે માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવ્યા હતા અને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું. ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતાં ગરબા બંધ કરવાનો વારો આવ્યો હતો. સ્ટેજ પાસે જ ખેલૈયાઓનું ટોળું વળી ગયું હતું. સતત અડધો કલાક સુધી હોબાળા બાદ ફરીથી ગરબા શરૂ થયા હતા.

ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ફરિયાદ કરાઈ

તો બીજી બાજુ મુખ્ય કલાકાર અતુલ પુરોહિતે પણ શાંતિ જાળવવા અપીલ કરી હતી, તેમણે ત્રીજા દિવસે મેદાન સાફ કરાવવાની ખાતરી આપી હતી. પ્રથમ નોરતે પણ ખેલૈયાઓએ પથ્થર -પથ્થરના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. તો આ મામલે ગ્રાહક સુરક્ષામાં પણ ખેલૈયાઓએ ફરિયાદ કરી હતી. વડોદરા શહેરમાં યોજાતા યુનાઇટેડ વેના ગરબા વિશ્વ વિખ્યાત છે. અહીં પાસનો ભાવ 5000 હોવા છતા ખૈલેયા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખૈલેયાઓએ વિરોધ નોંધાવ્યો હતો.

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
g clip-path="url(#clip0_868_265)">