વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ, ફતેહગંજ, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં ઝાપટા બાદ ઠંડક

હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા પ્રમાણે ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા વરસાદ (Rain) થવાની સંભાવના છે.

વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ, ફતેહગંજ, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં ઝાપટા બાદ ઠંડક
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 1:51 PM

હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ છૂટોછવાયા વરસાદની આગાહી (Rain Forecast) કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વડોદરા (Vadodara) શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. વરસાદને (Rain) પગલે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતના ઘણા ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેરના કેટલાક વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. વડોદરા શહેરના ફતેગંજ અને રેસકોર્સ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થયા હતા. તો બીજી તરફ ભારે બફારા બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી.

હવામાન વિભાગે 20 અને 21 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી આપી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ (valsad) અને નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થશે.તેમજ સૌરાષ્ટ્રમાં (Saurashtra) રાજકોટ, અમરેલી, ગીર સોમનાથની આસપાસના વિસ્તારમાં મેઘરાજાની મહેર જોવા મળશે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વરસાદને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં (Ahmedabad) છૂટો છવાયો વરસાદ રહેશે. ભારે વરસાદને પગલે માછીમારોને (Fishermen)દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

શનિવારે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સુરત (Surat) અને આસપાસના તાલુકા વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતુ. ભરૂચ અને વડોદરાના(vadodara) સાવલીમાં પણ સવારથી જ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. યાત્રાધામ પાવાગઢમાં વરસાદના પગલે આહ્વાદાયક નજારો જોવા મળ્યો હતો. પર્વત પરથી પાણીના ઝરણા વહી પડ્યા હતા. તો અમદાવાદના ધંધુકામાં બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ધંધુકામાં અડધા કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બોટાદના બરવાળા અને પાળીયાદ વિસ્તારોમાં સાંજના સમયે મેઘ મહેર થઈ હતી,તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">