PM Modi Visit Gujarat vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના કેવડિયા પહોંચ્યા, કેવડિયામાં ભૂલભૂલૈયા ગાર્ડનનું કર્યુ લોકાર્પણ
PM Modi Visit Gujarat vadodara Live updates in Gujarati : આ વખતના પ્રવાસમાં તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર ફોકસ કરશે. આજે બપોરે PM મોદી વડોદરા પહોંચ્યા.. જ્યાં રોડ શૉ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી. ભારતીય વાયુસેના માટે C-295 MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.અને લેપ્રસી ગ્રાઉન્ડમાં PM મોદી ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં સભા સંબોધી હતી.

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે PM મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. 3 દિવસ દરમિયાન તેઓ સભાઓ ગજવીને ઝંઝાવાતી પ્રચાર કરશે. સાથે સાથે કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપશે. આ વખતના પ્રવાસમાં તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર ફોકસ કરશે. આજે બપોરે PM મોદી વડોદરા પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો. ત્યારૂબાદ પીએમ મોદીએ ભારતીય વાયુસેના માટે C-295 MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.. અને લેપ્રસી ગ્રાઉન્ડમાં PM મોદી ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં જંગી જનસભા સંબોધી હતી.
LIVE NEWS & UPDATES
-
PM Modi Visit Gujarat Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં ભૂલભૂલૈયા ગાર્ડનનું કર્યુ લોકાર્પણ, 3 એકર જમીનમાં ફેલાયેલો છે પાર્ક
PM @narendramodi ने केवडिया, गुजरात में दो नए पर्यटक आकर्षणों का उद्घाटन किया – मेज़ उद्यान और मियावाकी वन। मेज़ उद्यान 3 एकड़ भूमि में फैला हुआ है, जो इसे देश का सबसे बड़ा मेज़ उद्यान बनाता है जबकि मियावाकी वन लगभग 2 एकड़ क्षेत्र में विकसित किया गया है।#PMinGujarat pic.twitter.com/flGEAXj1oE
— डीडी न्यूज़ (@DDNewsHindi) October 30, 2022
-
કેવડિયામાં પીએમ મોદીએ ભૂલભૂલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું કર્યુ લોકાર્પણ
કેવડિયામાં પીએમ મોદીએ ભૂલભૂલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું કર્યુ લોકાર્પણ કર્યુ છે. પ્રવાસીઓમાં આ ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર બનશે.
-
-
PM નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચ્યા, સાંજે મા નર્મદાની ઉતારશે આરતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા હેલિપેડ પર પહોંચી હયા છે. તેઓ હેલિપેડથી સીધા મિયાવાકી ફોરેસ્ટ ગાર્ડનનું લોકાર્પણ કરવા પહોંચશે. પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે ઉતારશે નર્મદા મૈયાની આરતી. તેઓ સાંજે 7.30 કલાકે નર્મદા ઘાટ પર આરતી ઉતારશે.. જે રીતે વારાણસીમાં ગંગા આરતી થાય છે, તે જ રીતે અહીં રોજ સાંજે નર્મદા આરતી કરવામાં આવે છે..આજે સાંજે પીએમ નરેન્દ્ર મોદી, છોટાઉદેપુરના સાંસદ ગીતા રાઠવા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, કેન્દ્રીય અધિકારીઓ અને સ્થાનિક ભાજપના નેતાઓ પીએમ મોદી સાથે આરતીમાં જોડાશે..નર્મદા ઘાટ પર વધુમાં વધુ 6 હજાર શ્રધ્ધાળુઓ એકસાથે બેસીને આરતીનો લાભ લઇ શકે છે. આ ઘાટના નિર્માણમાં 29 હજાર 550 ઘન મીટર કોંક્રિટ અને 360 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવેલો છે..
-
2025 સુધીમાં સંરક્ષણ ઉત્પાદન સ્કેલ $25 બિલિયનને પાર કરી જશે: PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આવનારા વર્ષોમાં, સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્ર ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવા માટે બે મહત્વપૂર્ણ આધારસ્તંભ હશે. 2025 સુધીમાં અમારું સંરક્ષણ ઉત્પાદન સ્કેલ $25 બિલિયનને પાર કરી જશે. યુપી અને ટીએનમાં ડિફેન્સ કોરિડોર સ્થપાઈ રહ્યા છે તે આ સ્કેલને શક્તિ આપશે
-
દેશે હવે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર બંનેને સમાન ભાવથી જોવાનું શરુ કર્યુ: PM મોદી
આપણા લાંબા સમયથી સરકાર એવી જ માનસિકતા સાથે ચાલી કે બધુ સરકાર જ જાણે છે. બધુ સરકારે જ કરવુ જોઇએ. આ માનસિકતાએ દેશના ટેલેન્ટ દબાવી દીધુ. ભારતના પ્રાઇવેટ સેક્ટરનું સામાર્થ્ય વધવા ન દીધુ. બધાનો પ્રયાસની ભાવનાને લઇને આગળ વધી રહેલા દેશે હવે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર બંનેને સમાન ભાવથી જોવાનું શરુ કર્યુ. પહેલાની સરકારમાં એવી પણ માનસિકતા એવી પણ હતી કે સમસ્યાઓને ટાળી દેવામાં આવતી હતી. થોડીક સબસિડી આપીને મેન્યુફેકચરિંગ સેક્ટર્સને જીવિત રાખવામાં આવતા હતા. આ વિચારે પણ ભારતના મેન્યુફેકચરિંગ સેક્ટમાં ઘણું નુકસાન કર્યુ છે.
-
-
10 વર્ષમાં બે હજારથી વધુ મુસાફરો અને એરક્રાફ્ટની જરુરત પડશે : PM મોદી
વડાપ્રધાને કહ્યુ તે એર ટ્રાફિકના મામલામાં આપણે દુનિયાના ટોપ ત્રણ દેશોમાં પહોંચવાના છે.આગામી ચાર-પાંચ વર્ષમાં કરોડો નવા યાત્રી હવાઇ સફરના યાત્રી થવાના છે. અનુમાન છે કે આગામી 10 વર્ષમાં બે હજારથી વધુ મુસાફરો અને એરક્રાફ્ટની જરુરત પડશે. એરક્રાફ્ટની જરુર એજ વાત જણાવી રહ્યુ છે કે વિકાસ ઝડપથી થઇ રહ્યો છે.
Today, India is one of the fastest-developing aviation sectors. We are soon to enter list of the top 3 nations in terms of air traffic. In the coming 10-15yrs, India to require over 2000 passenger &cargo aircraft. This reflects how fast we’ll be developing: PM Modi in #Vadodara pic.twitter.com/5rQTNJMMne
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
-
ભારત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું પણ મોટું ઉત્પાદક બનશે: PM મોદી
મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ગ્લોબના આ મંત્ર પર આગળ વધીને, ભારત આજે તેની ક્ષમતાને આગળ ધપાવી રહ્યું છે. હવે ભારત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું પણ મોટું ઉત્પાદક બનશે. આજે તેને ભારતમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. અને હું એ દિવસ જોઈ રહ્યો છું જ્યારે દુનિયાનું સૌથી મોટું પેસેન્જર એરક્રાફ્ટ પણ ભારતમાં બનશે.
-
ભારતમાં બનેલી દવાઓ અને રસીઓ વિશ્વના કરોડો લોકોનો જીવ બતાવી રહી છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, આજે આપણે ભારતને વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું ભરી રહ્યા છીએ. આજે ભારત પોતાનું ફાઈટર પ્લેન, ટેન્ક, સબમરીન બનાવી રહ્યું છે. એટલું જ નહીં, ભારતમાં બનેલી દવાઓ અને રસીઓ પણ વિશ્વના કરોડો લોકોના જીવન બચાવી રહી છે
-
વડોદરા એવિએશન સેક્ટરના હબના રુપે નવી ઓળખ બનાવશે: PM મોદી
વડાપ્રધાને વડોદરામાં સંબોધન કરતા જણાવ્યુ કે એવુ પહેલી વાર બની રહ્યુ છે કે ભારતના ડિફેન્સ એરોસ્પેસ સેક્ટરમાં આટલુ મોટુ રોકાણ થઇ રહ્યુ છે. અહીં બનનારા ટ્રાન્સપોર્ટ આપણી સેનાને તો તાકાત આપશે જ સાથે એરક્રાફ્ટ મેન્યુફેકચરિંગ માટે એક નવા ઇકોસિસ્ટમનો પણ વિકાસ થશે. શિક્ષા અને સંસ્કૃતિ માટે પ્રતિષ્ઠિત એવું વડોદરા એવિએશન સેક્ટરના હબના રુપે નવી ઓળખ બનાવી દુનિયાની સામે માથુ ઊંચુ કરશે.
The transport aircrafts that’ll be manufactured here will not only give power to our Army but also develop a new ecosystem of manufacturing aircraft… Soon, India will witness the passenger aircraft that will be made with the tag of ‘Make In India: PM Modi, in #Vadodara #Gujarat pic.twitter.com/OhVzwOrp5G
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
-
ગુજરાતે એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસીને 2016માં જ લાગુ કરી દીધી
મુખ્યપ્રધાને વડોદરાના કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ કે ગુજરાતે એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસીને 2016માં જ લાગુ કરી દીધી હતી. અમારી આ નીતિએ ડિફેન્સ સેક્ટરના અનેક પ્લેયર્સને ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ માટે આકર્ષિત કર્યા છે. મને એ બતાવતા ગર્વ થઇ રહ્યો છે કે વાયબ્રન્ટ સમિટ યુવાનોની ઉદ્યમીતા અને સ્ટાર્ટઅપ કલ્ચરના પરિણાન સ્વરૂપ આજે ગુજરાત ગ્રોથ એન્જીન બન્યુ છે.
-
PM મોદીની આગેવાનીમાં સુરક્ષાના સાધનો બનાવવામાં પણ દેશ આત્મનિર્ભર બની રહ્યો છે: રાજનાથસિંહ
રક્ષાપ્રધાન રાજનાથસિંહે જણાવ્યુ કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં દેશ ખૂબ જ આગળ વધી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર ભારતની ઓળખ ખૂબ જ વધી છે. પહેલા આંતરાષ્ટ્રીય સ્તર પર ભારતની વાતને જે ગંભીરતાથી લેવાની હતી તે રીતે લેવાતી ન હતી. જો કે હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે ભારત બોલે છે ત્યારે આખી દુનિયા કાન ખોલીને સાંભળે છે કે ભારત શું બોલી રહ્યુ છે. તેમણે કહ્યુ કે, સુરક્ષાના સાધનો બનાવવામાં પણ દેશ આત્મનિર્ભર બની રહ્યો છે.
Today, for the first time in the country, the foundation stone of an aircraft manufacturing facility is being laid by the private sector. It is certainly a matter of pride for the defence sector as well as for the entire country: Defence Minister Rajnath Singh, in #Vadodara pic.twitter.com/HPOrEyNoAj
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
PM મોદી વડોદરામાં ભારતીય વાયુસેના માટે C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. ટાટા કોંસોરટીયમ અને એરબસ ડિફેન્સ સાથે મળીને સેના માટેના ટ્રાન્સપોર્ટ પ્લેનનો પ્લાન્ટ વડોદરામાં સ્થાપવા જઈ રહ્યા છે. આ આખા પ્રોજેક્ટનો ખર્ચ અંદાજીત 22 હજાર કરોડ છે. શિલાન્યાસ પ્રસંગે દેશના સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ, નાગરિક પરિવહન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ પ્રોજેકેટ થકી આત્મનિર્ભર ભારત તરફ દેશનું વધુ એક ઉમદા પગલું લેવાશે. અને ગુજરાતમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે.
PM #NarendraModi lays foundation stone of C-295 transport aircraft manufacturing plant , #Vadodara #Gujarat pic.twitter.com/buv4dHiDjl
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2022
-
પીએમ મોદીએ એરોસ્પેસ એક્ઝિબીશનનું ઉદઘાટન કર્યુ
જો કે પીએમ મોદીએ ગુજરાતના વડોદરામાં એરોસ્પેસ એક્ઝિબીશનનું ઉદઘાટન કર્યુ. આ પ્રોજેક્ટમાં 22 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. 6 હજારથી વધુ લોકોને સીધી રોજગારી મળશે. પરોક્ષ રોજગાર આના કરતા અનેક ગણો વધારે મળશે. ટાટા એરબસ પ્રોજેક્ટ પહેલા મહારાષ્ટ્રમાં પ્રસ્તાવિત વધુ બે મોટા પ્રોજેક્ટ ગુજરાતમાં ગયા હતા.
-
PM મોદી ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટથી રોડ શૉ પતાવીને લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચ્યા છે. વડાપ્રધાન અહીં ભારતીય વાયુસેના માટે C-295 MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. સાથે જ લેપ્રસી ગ્રાઉન્ડમાં PM મોદી ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં સંવાદ કરશે.
-
ગુજરાત પ્રવાસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર ફોકસ
વડોદરાના કાર્યક્રમ સંપન્ન થયા બાદ વડાપ્રધાન કેવડિયા જશે. જ્યાં 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ PM મોદી કેવડિયાથી અમદાવાદ એરપોર્ટઆવવા રવાના થશે. અમદાવાદ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી થરાદની મુલાકાતે જશે.આ દરમિયાન થરાદમાં કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલા વિકાસ કાર્યોની ભેટ આપશે અને જંગી જનસભા સંબોધશે. ત્યારબાદ અમદાવાદ પરત ફરી રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે. આ ઉપરાંત 1 નવેમ્બરના માનગઢમાં શહીદ આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપશે અને બપોરે જાંબુઘોડામાં જનસભા સંબોધશે. બાદમાં ગાંધીનગર મહાત્મા મંદિરથી 182 બેઠકો પર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કરશે. અને સમગ્ર કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે દિલ્લી જવા રવાના થશે.
-
પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે નર્મદા પહોંચશે
પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે નર્મદા મૈયાની આરતી ઉતારશે. તેઓ સાંજે 7.30 કલાકે નર્મદા ઘાટ પર આરતી ઉતારશે. જે રીતે વારાણસીમાં ગંગા આરતી થાય છે, તે જ રીતે અહીં રોજ સાંજે નર્મદા આરતી કરવામાં આવે છે..આજે સાંજે પીએમ નરેન્દ્ર મોદી, છોટાઉદેપુરના સાંસદ ગીતા રાઠવા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, કેન્દ્રીય અધિકારીઓ અને સ્થાનિક ભાજપના નેતાઓ પીએમ મોદી સાથે આરતીમાં જોડાશે..નર્મદા ઘાટ પર વધુમાં વધુ 6 હજાર શ્રધ્ધાળુઓ એકસાથે બેસીને આરતીનો લાભ લઇ શકે છે. આ ઘાટના નિર્માણમાં 29 હજાર 550 ઘન મીટર કોંક્રિટ અને 360 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવેલો છે..
-
વડાપ્રધાન મોદી ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં સંવાદ કરશે
ભારતીય વાયુસેના માટે C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને લેપ્રસી ગ્રાઉન્ડમાં PM મોદી ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં સંવાદ કરશે..વડોદરાના કાર્યક્રમ સંપન્ન થયા બાદ વડાપ્રધાન કેવડિયા જશે.
-
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, વડોદરામાં શરુ કર્યો રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતના ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસે છે. તેઓ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. વડોદરામાં રોડ શો કરી રહ્યા છે. આ વખતના પ્રવાસમાં તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે.
Published On - Oct 30,2022 2:15 PM