AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Gujarat Visit : PM મોદી આજે વડોદરામાં C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સુવિધાનો શિલાન્યાસ કરશે

PM મોદી  આજે ગુજરાતને વધુ એક મોટી ભેટ આપશે. PM મોદી વડોદરામાં ભારતીય વાયુસેના માટે C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.ટાટા કોંસોરટીયમ અને એરબસ ડિફેન્સ સાથે મળીને સેના માટેના ટ્રાન્સપોર્ટ પ્લેનનો પ્લાન્ટ વડોદરામાં સ્થાપવા જઈ રહ્યા છે. આ આખા પ્રોજેક્ટનો ખર્ચ અંદાજીત 22 હજાર કરોડ છે.

PM Modi Gujarat Visit  : PM મોદી આજે  વડોદરામાં C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સુવિધાનો શિલાન્યાસ કરશે
Air Craft c -295
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2022 | 12:01 AM
Share

PM મોદી આજે ગુજરાતને વધુ એક મોટી ભેટ આપશે. PM મોદી વડોદરામાં ભારતીય વાયુસેના માટે C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.ટાટા કોંસોરટીયમ અને એરબસ ડિફેન્સ સાથે મળીને સેના માટેના ટ્રાન્સપોર્ટ પ્લેનનો પ્લાન્ટ વડોદરામાં સ્થાપવા જઈ રહ્યા છે. આ આખા પ્રોજેક્ટનો ખર્ચ અંદાજીત 22 હજાર કરોડ છે. શિલાન્યાસ પ્રસંગે દેશના સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ, નાગરિક પરિવહન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પ્રોજેકેટ થકી આત્મનિર્ભર ભારત તરફ દેશનું વધુ એક ઉમદા પગલું લેવાશે. અને ગુજરાતમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે.

મહત્વનું છેકે, એરબસ ડિફેન્સ અને ટાટા કોંસોરટીયમ ભારતીય વાયુસેનાના C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ કરશે.. અને તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવા તૈયાર 16 વિમાનો સપ્ટેમ્બર 23થી 25 ઓગસ્ટ 2023 દરમિયાન મળશે તેમજ સપ્ટેમ્બર 2026માં પ્રથમ સ્વદેશી હવાઈ જહાજ મળે તેવી અપેક્ષા છે. સ્વદેશી વિમાનના ઉત્પાદનને વેગ આપતા આયાત નિર્ભરતા ઘટશે..નવનિર્મીત C-295 એરક્રાફ્ટ સેનામાં રહેલા જૂના એવરો એરક્રાફ્ટની જગ્યા લેશે.

C-295 એરક્રાફ્ટમાં પાછળ રહેલો રેમ્પ ડૉર તેની મુખ્ય વિશેષતા

C-295 એરક્રાફ્ટમાં પાછળ રહેલો રેમ્પ ડૉર તેની મુખ્ય વિશેષતા છે. રેમ્પ ડોરના કારણે સૈનિકો કે સામાનને ઝડપથી છોડી શકાય છે. ટૂંકા રન-વેથી ટેક-ઓફ કરવાની ક્ષમતા C-295ને અલગ તારવે છે. સ્વદેશી વિમાન તૈયાર કરવાનું 96 ટકા કામ ટાટા કન્સર્ટિયમ ભારતમાં કરશે.13 હજાર 400થી વધુ ડિટેલ પાર્ટ્સ, 4 હજાર 600 સબ એસેમ્બ્લીઝ, ટુલ્સ, જિગ્સ અને ટેસ્ટરસ સહિત તમામ 7 મુખ્ય એસેમ્બલીઝનું કામ ભારતમાં થશે. તેમજ ભારતીય વિમાની દળને 56 વિમાનો પૂરા પાડ્યા બાદ છૂટછાટ વાળા અન્ય દેશને એરક્રાફટની નિકાસ કરાશે.

તમામ સાત મુખ્ય ઘટક એસેમ્બલીઓનું ઉત્પાદન હાથ ધરવામાં આવશે

ટૂલ્સ, જીગ્સ અને ટેસ્ટર્સની સાથે સાથે ભારતમાં 13,400થી વધુ ડિટેલ પાર્ટ્સ, 4,600 પેટા-એસેમ્બલીઓ અને તમામ સાત મુખ્ય ઘટક એસેમ્બલીઓનું ઉત્પાદન હાથ ધરવામાં આવશે. એન્જિન, લેન્ડિંગ ગિઅર, એવિઓનિક્સ, EW સ્યૂટ વગેરે જેવી વિવિધ સિસ્ટમ્સ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ દ્વારા પૂરી પાડવામાં આવશે અને TATA કન્સોર્ટિયમ દ્વારા તેને એરક્રાફ્ટ પર એકીકૃત કરવામાં આવશે. TATA કન્સોર્ટિયમ દ્વારા એરક્રાફ્ટનું એક એકીકૃત સિસ્ટમ તરીકે પરીક્ષણ કરવામાં આવશે. TATA કન્સોર્ટિયમ સુવિધા ખાતે એરક્રાફ્ટનું ઉડાન પરીક્ષણ કરવામાં આવશે અને તેમના ડિલિવરી સેન્ટર દ્વારા ડિલિવરી કરવામાં આવશે.

Follow Us
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
રાજકોટમાં 887 કિલો અખાદ્ય ફૂડનો નાશ, 62 એકમોને નોટિસ
રાજકોટમાં 887 કિલો અખાદ્ય ફૂડનો નાશ, 62 એકમોને નોટિસ
વિરમગામમાં વિકાસ કાર્યોના વિલંબ મુદ્દે હાર્દિક પટેલ લાલઘૂમ
વિરમગામમાં વિકાસ કાર્યોના વિલંબ મુદ્દે હાર્દિક પટેલ લાલઘૂમ
સુરતમાં જન્મ-મરણના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા બન્યા મજબુર- Video
સુરતમાં જન્મ-મરણના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા બન્યા મજબુર- Video
g clip-path="url(#clip0_868_265)">