AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junior Clerk Paper leak : પેપર લીકનું પગેરુ હૈદરાબાદમાં, 12થી 15 લાખ રુપિયામાં થયો હતો સોદો, પેપર લાવનાર આરોપી પશ્ચિમ બંગાળનો

ગુજરાત (Gujarat) ATS પ્રમાણે, પ્રો-એક્ટીવ એપ્રોચના ભાગરૂપે તપાસ ટીમની રચના કરાઈ હતી. ઘણા જૂના શકમંદ આરોપીઓ પર છેલ્લા 5 દિવસથી વૉચ રાખવાનું શરૂ કર્યું હતું. ATSને ગઈકાલે સૂચના મળી હતી કે આરોપીઓ વડોદરામાં વિદ્યાર્થીઓને ભેગા કરી રહ્યા છે.

Junior Clerk Paper leak : પેપર લીકનું પગેરુ હૈદરાબાદમાં, 12થી 15 લાખ રુપિયામાં થયો હતો સોદો, પેપર લાવનાર આરોપી પશ્ચિમ બંગાળનો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 12:38 PM
Share

જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક કેસ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદથી પેપર વડોદરા લવાયું હતું. પ્રદીપ નામનો શખ્સ પેપર લઈને આવ્યો હતો અને 12થી 15 લાખમાં પેપરનો સોદો થયો હતો. પેપર લઈને આવનાર શખ્સ પશ્ચિમ બંગાળનો છે અને તે રાત્રે સ્ટેક વાઇઝ ટેકનોલોજી નામના કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને પેપર લખાવવાનો હતો. જેના પર ATS પહેલેથી જ વૉચ રાખીને બેઠી હતી.

અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ

ગુજરાત ATS પ્રમાણે, પ્રો-એક્ટીવ એપ્રોચના ભાગરૂપે તપાસ ટીમની રચના કરાઈ હતી. ઘણા જૂના શકમંદ આરોપીઓ પર છેલ્લા 5 દિવસથી વૉચ રાખવાનું શરૂ કર્યું હતું. ATSને ગઈકાલે સૂચના મળી હતી કે આરોપીઓ વડોદરામાં વિદ્યાર્થીઓને ભેગા કરી રહ્યા છે. તેના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા. જે 15 આરોપીઓ પકડાયા છે તે આંતરરાજ્ય ગેંગના છે. ગેંગમાં જુદા-જુદા રાજ્યના આરોપીઓ છે. ક્લાસિસના સંચાલક ભાસ્કર ચૌધરીની ATSએ કરી અટકાયત કરી છે.

ATSને મળી મોટી સફળતા

મળતી માહિતી પ્રમાણે આરોપીઓ પકડાવાની કોઈ લિંક છોડતા નથી, પરંતુ ATSએ ખૂબ પ્રોફેશનલ ટેક્નિકથી ઓપરેશન પાર પાડ્યું. પેપર લીકના નેટવર્કને પકડવા 3 DySP, 9 પીઆઇ, 16 ટેકનિકલ ટીમ અને PSI સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે.

આગામી સમયમાં નવી તારીખ જાહેર કરાશે

તો બીજીતરફ સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.. 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારોના સપના રોળાયા છે.. મહેનત પર પાણી ફરી વળ્યું છે.. પંચાયત સેવા પસંદગી મંડળ હવે આગામી સમયમાં બીજી તારીખ જાહેર કરશે.

9.53 લાખ વિદ્યાર્થીઓ આપવાના હતા પરીક્ષા

મહત્વનું છે કે સવારે 11થી 12 કલાક દરમિયાન પરીક્ષા યોજાવાની હતી. 9.53 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ તેમની આશાઓ પર નિરાશાનું મોજું ફરી વળ્યું છે. 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રો પર તૈયારીનો ખર્ચ માથે પડ્યો છે. 7 હજાર 500 પોલીસકર્મી સહિત 70 હજારથી વધુનો સ્ટાફ છતા પેપર ફૂટતા સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે.

તો રાજ્ય સરકાર જુનિયર ક્લાર્કના પેપર લીક બાદ એક્શનમાં આવી છે.  આ સમગ્ર મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. પેપર લીકની વારંવાર બનેલી ઘટના મુદ્દે રાજ્ય સરકાર કડક કાયદો લાવી શકે છે.  રાજ્ય સરકાર આગામી બજેટ સત્રમાં કડક કાયદો લાવી શકે છે.

(વિથ ઇનપુટ- સચિન પાટીલ, મીહિર સોની, અમદાવાદ)

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">