Loksabha Election 2024 : વડોદરામાં ભાજપે રંજન ભટ્ટના સ્થાને યુવા ચહેરાને આપ્યુ સ્થાન, ડો. હેમાંગ જોષી પર ઉતારી પસંદગી

|

Mar 25, 2024 | 3:38 PM

વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા બેઠક ઉપર અગાઉ રંજનબેન ભટ્ટની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેઓ સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સહિતના અંગત આક્ષેપ બાદ તેઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો.

Loksabha Election 2024 : વડોદરામાં ભાજપે રંજન ભટ્ટના સ્થાને યુવા ચહેરાને આપ્યુ સ્થાન, ડો. હેમાંગ જોષી પર ઉતારી પસંદગી

Follow us on

વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા બેઠક ઉપર અગાઉ રંજનબેન ભટ્ટની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેઓ સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ તેઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ વડોદરા લોકસભા બેઠક ઉપર ડો. હેમાંગ જોષીને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે 24 માર્ચે લોકસભા ચૂંટણી માટે બાકીના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.જેમાં ગુજરાતની 6 લોકસભા બેઠકો પરના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી. જેમાં વડોદરામાં રંજન ભટ્ટના સ્થાને હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

કોણ છે હેમાંગ જોષી ?

હેમાંગ જોષી એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા યોગેશચંદ્ર જોષી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા હતા. તેમણે હવે નિવૃત્ત થયા છે. હેમાંગ જોષીએ તેમનું શાળાકીય શિક્ષણ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)માંથી કર્યું હતું. તેઓ તેમના યુનિવર્સિટીના દિવસોમાં સામાજિક વિજ્ઞાન ફેકલ્ટીના GS (જનરલ સેક્રેટરી) તરીકે પણ ચૂંટાયા હતા.

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024

હાલમાં મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ

બાદમાં હેમાંગ જોષીએ ફિઝિયોથેરાપીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હેમાંગ જોષીના પત્ની ડો. મેઘના જોષી પણ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે. ડો. હેમાંગ જોષીની 2022માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) હેઠળની મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે ભાજપ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. હેમાંગ જોષી હાલમાં આ જવાબદારી સંભાળી રહ્યા હતા.

આ પણ વાંચો-Loksabha Election : પાટણ બેઠક પર કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ઉતાર્યા મેદાને, જાણો કોણ છે ઉમેદવાર

ડો. જીગર ઇનામદારના નજીકના ગણાય છે હેમાંગ જોષી

વડોદરામાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટનુંનામ રિપીટ થયા બાદ વિવાદ સર્જાયો હતો, ત્યારે ડો. જીગર ઇનામદારની યુવા ટીમના સભ્ય પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો. હેમાંગ જોષી ડો.જીગર ઇનામદારના નજીકના ગણાય છે. ડો. જીગર ઇનામદારે ગુજરાતમાં નેતૃત્વ માટે ઘણા યુવાનોને તૈયાર કર્યા છે. તેમાં હેમાંગ જોષીનો પણ સમાવેશ થાય છે.

Next Article