AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : વડોદરામાં પોલીસનો સ્વાંગ રચી આંગડીયા કર્મીની લૂંટનો મામલો, તપાસનો ધમધમાટ તેજ

સોમવાર અને મંગળવારના દિવસે વડોદરા શહેર ના જુદા જુદા ત્રણ વિસ્તાર માં બનેલ ચોરી ના બનાવને અંજામ આપનાર તસ્કરોનું હજુ પગેરું મળ્યું નથી ત્યાંજ શહર ના સયાજીગંજ વિસ્તાર માંથી પસાર થઈ રહેલા આંગડિયા કર્મચારી ને ચાર. લૂંટારુઓ એ લૂંટી લીધો,પોલીસ ના સ્વાંગમાં બે બાઇક પર આવેલા ચાર લૂંટારુઓ એ ચેકીંગ ના બહાને આંગડિયા કર્મીનો થેલો ખોલાવી રૂપિયા 16 લાખ ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. બનાવ ને પગલે શહર ની તમામ પોલીસ દોડતી થઈ છે. ક્રાઇમ બ્રાન્ચ, pcb સહિત ની ટિમો એ CCTV ફૂટેજ ના આધારે લૂંટારુઓ નું પગેરું મેળવવાની કોશિશ શરૂ કરી છે.

Vadodara : વડોદરામાં પોલીસનો સ્વાંગ રચી આંગડીયા કર્મીની લૂંટનો મામલો, તપાસનો ધમધમાટ તેજ
તપાસનો ધમધમાટ તેજ
yunus.gazi
| Edited By: | Updated on: Oct 04, 2023 | 10:21 PM
Share

તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ વડોદરા શહર માં ચોર-લૂંટારુઓ એ આતંક મચાવવાનું શરૂ કર્યું છે. સોમવાર અને મંગળવારના દિવસે વડોદરા શહેર ના જુદા જુદા ત્રણ વિસ્તાર માં બનેલ ચોરી ના બનાવને અંજામ આપનાર તસ્કરોનું હજુ પગેરું મળ્યું નથી ત્યાંજ શહર ના સયાજીગંજ વિસ્તાર માંથી પસાર થઈ રહેલા આંગડિયા કર્મચારી ને ચાર. લૂંટારુઓ એ લૂંટી લીધો,પોલીસ ના સ્વાંગમાં બે બાઇક પર આવેલા ચાર લૂંટારુઓ એ ચેકીંગ ના બહાને આંગડિયા કર્મીનો થેલો ખોલાવી રૂપિયા 16 લાખ ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. બનાવ ને પગલે શહર ની તમામ પોલીસ દોડતી થઈ છે. ક્રાઇમ બ્રાન્ચ, pcb સહિત ની ટીમો એ CCTV ફૂટેજ ના આધારે લૂંટારુઓ નું પગેરું મેળવવાની કોશિશ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Amul ના નામે અંબાજી મંદિર પ્રસાદ માટે નકલી ઘી સપ્લાયનો મામલો, સાબરડેરીના અધિકારીએ કર્યો મોટો ખુલાસો

વડોદરા ના સયાજીગંજ પોલીસ મથક ની હદમાં આવતા ભીમનાથ બ્રિજ નજીક સયાજી હોટેલ સામેના વિસ્તારમાં બનેલ લૂંટ ના બનાવ ની વિગતો જોઈએ. તો અલકાપુરી માં આવેલ એચ એમ આંગડિયા પેઢી નો કર્મચારી હરપાલસિંહ જાડેજા એચ એમ આંગડિયા પેઢી ની ઓફિસમાંથી રૂપિયા 36 લાખ જેટલી રોકડ રકમનો થેલો લઈ નિકળ્યો હતો. સવારે સવા અગિયાર વાગ્યા ના સુમારે પોતાની એક્ટિવા પર ભીમનાથ બ્રિજ પસાર કરી જઈ રહ્યો હતો. ત્યારે પોલીસ ના સ્વાંગમાં બુલેટ અને બાઇક એમ બે વાહનો પર આવેલ ચાર લૂંટારુઓ એ તેને રોકી તેનો થેલો ચેક કરી થેલા માં રહેલા રૂપિયા 36 લાખ પૈકી 16 લાખ લૂંટી ફરાર થઇ ગયા હતા.

એક મહિલા લૂંટ ની સમગ્ર ઘટનાની સાક્ષી

એક મહિલા આ સમગ્ર ઘટના ની સાક્ષી હતી. તેણીએ જણાવ્યું કે એ છોકરાને રોક્યો તેના થેલા માંથી રૂપિયા ની નોટો કઢાવી અને મોટી નોટો કઢાવી લઈ જતા રહ્યા. આ મહિલા જ્યાં રહેતી હતી એ ખાટલા પર જ થેલો ખોલાવી મોટી નોટો કાઢી લઈ લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.

સયાજીગંજ પોલીસે આંગડિયા કર્મી હરપાલસિંહ જાડેજા ની ઝીણવટપૂર્વક પૂછપરછ કરી હતી. તે કેટલું સાચું જણાવે છે અને કેટલું ખોટું તેની ઊંડાણપૂર્વક ઉલટ તપાસ કરવામાં આવી હતી. સાથે જ પ્રત્યક્ષદર્શી ની પણ ઝીણવટપૂર્વક પૂછપરછને અંતે લૂંટ ની ઘટનાને અંજામ આપનાર પ્રોફેશનલ લૂંટારુઓ હોવાનું સ્પષ્ટ થયું હતું.

તમામ એજન્સીઓ લૂંટારુઓને ઝડપવા દોડતી થઈ

ઇન્ચાર્જ ACP આરડી કવા એ જણાવ્યું કે સમગ્ર શહેર માં નાકાબંધી કરી શંકાસ્પદ લોકોની તલાશી શરૂ કરાઈ હતી. CCTV ફૂટેજ તથા અન્ય ટેકનીકલ સર્વેલન્સ ના આધારે લૂંટારુઓ નું પગેરું મેળવવા ની કવાયત શરૂ કરવામાં આવી છે.

લૂંટની આ ઘટના ને પોલીસે ખુબજ ગંભીરતા થી લીધી છે. પોલીસ કમિશ્નર દ્વારા સ્થાનિક પોલીસ ઉપરાંત ઝોન 1 LCB, ક્રાઇમ બ્રાન્ચ અને PCB ની ટીમો ને લૂંટારુઓને વહેલી તકે ઝડપી પાડવા આદેશ આપ્યા છે.

આંગડિયા કર્મી નો પીછો કર્યો

વડોદરા શહર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સમગ્ર શહેરમાં તપાસ કરવામાં આવી રહી છે. એચએમ આંગડિયા પેઢીની જ્યા ઓફિસ આવેલી છે તે સેન્ટર પોઇન્ટ થી લઈ ઘટના તરફ જતા તમામ માર્ગો પર ના CCTV ફૂટેજ ની ચકાસણી કરાઇ છે. આંગડિયા કર્મચારી જે રૂટ પરથી નીકળ્યો હતો તે સમગ્ર રૂટના CCTV ફૂટેજ ની ચકાસણી કરવામાં આવી રહી છે. આંગડિયા કર્મી નો પીછો કરવામાં આવી રહ્યો હોવાનું તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે. પરંતુ બુલેટ અને બાઇક પરના નંબરો ખોટા હોવાનું માલુમ પડ્યું છે.

બે વ્યક્તિઓ ની પણ લૂંટારુઓ એ તલાશી લીધી

લૂંટારુઓ એ આંગડિયા કર્મી ને લૂંટયો તે પૂર્વ અલકાપુરી માં વેલકમ હોટેલ નજીક અને સેન્ટર પોઇન્ટ ની પાસે આવેલ સુખડીયાની ગલીમાં બે વ્યક્તિઓને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. તેઓના માલસામાનને ચેક કર્યો હતો, જોકે તેઓને લૂંટી શક્યા નહોતા. બુલેટ અને બાઇક પર સવાર ચાર લૂંટારુઓ ની કદ કાઠી તથા એમઓ ને આધારે આ પ્રોફેશનલ ગેંગ હોય શકે છે. ઈરાની ગેંગ અથવા છારા ગેંગ ના સાગરીતો હોવાના અનુમાન સાથે પોલીસે અન્ય શહેરો ની પોલીસ નો પણ સંપર્ક સાધ્યો છે. જોવાનું હવે એ છે કે આંગડિયા કર્મી ને લૂંટનાર લૂંટારુઓને વડોદરા પોલીસ ક્યાર સુધી માં ઝડપી શકે છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">