Exclusive : ગુજરાતમાં એટીએસનું મેગા ઓપરેશન, 1000 કરોડથી વધુના ડ્રગ્સ સહિત છ આરોપીની અટકાયત

વડોદરા(Vadodara) જિલ્લાના સાવલીમાં ગુજરાત ATS અને વડોદરા SOGએ સંયુક્ત રીતે મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. સાવલીના મોક્સી ગામે ATSને મોટી સફળતા મળી અને કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ( Drugs) ઝડપી પાડ્યુ છે.

Exclusive : ગુજરાતમાં એટીએસનું મેગા ઓપરેશન, 1000 કરોડથી વધુના ડ્રગ્સ સહિત છ આરોપીની અટકાયત
Vadodara Drugs Factory
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 6:36 PM

વડોદરા(Vadodara) જિલ્લાના સાવલીમાં ગુજરાત ATS અને વડોદરા SOGએ સંયુક્ત રીતે મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. સાવલીના મોક્સી ગામે ATSને મોટી સફળતા મળી અને કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ( Drugs) ઝડપી પાડ્યુ છે. સાથે જ 2 આરોપીની ધરપકડ અને 4 આરોપીની અટકાયત કરી છે. ઝડપાયેલા તમામ શખ્સો ગુજરાતના હોવાનું ખુલ્યું છે. મોક્સી ગામમાં નેક્ટર કેમ ફેક્ટરીમાં પ્રતિબંધિત ડ્રગનું ઉત્પાદન થતું હતું. સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે કંપનીમાંથી 200 કિલો કરતા વધુનો જથ્થો ઝડપાયો છે જેની બજાર કિંમત એક હજાર કરોડ કરતા વધુની થવા જઈ રહી છે. કયા પ્રકારનું ડ્રગ્સ છે તેની જાણકારી મેળવવા FSLની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. કંપનીના માલિકનું નામ પિયુષ પટેલ હોવાનું ખુલ્યુ છે.ગુજરાત ATS થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા ATSની અલગ-અલગ ટીમ સક્રિય બની છે.

સચોટ માહિતી મળતા કંપનીમાં દરોડા પડાયા

ગુજરાત ATSને બાતમી મળી હતી કે, વડોદરા નજીક આવેલા સાવલી પાસે એક ફેક્ટરીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે. ઘણા દિવસોથી આ ફેક્ટરીની આસપાસ ATSએ વોચ રાખી હતી. ત્યારબાદ સચોટ માહિતી મળતા કંપનીમાં દરોડા પડાયા હતા. દાવો છે કે, વડોદરામાં બનાવાતું આ ડ્રગ્સ મુંબઈ અને ગોવા મોકલવામાં આવતું હતું. જો કે, કોને અને કેવી રીતે મોકલવામાં આવતું હતું તે અંગે આગામી સમયમાં ખુલાસો થશે.

કુલ 7 આરોપીની ધરપકડ કરાઈ

ભરૂચના પાનોલી GIDCની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી કેમિકલ કંપનીમાંથી 513 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 1026 કરોડ રૂપિયા આંકવામાં આવી છે..કંપનીમાંથી લિક્વીડ અને પાઉડર એમ બંને ફોર્મમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. જેમાં પાઉડર ફોર્મ ઉપરાંત 1300 લીટર લિકવિડ ફોર્મમાં પણ ડ્રગ્સ મળ્યું છે. આ પૂર્વે આ જ ગેંગ પાસેથી 1 હજાર કોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ મુંબઈ સ્થિત નાલાસોપારામાં આવેલા ગોડાઉનમાંથી ઝડપાયું હતું. એટલે કે, અત્યાર સુધીમાં આ ગેંગ પાસેથી કુલ 2046 કરોડ રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું છે અને કુલ 7 આરોપીની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો

(Input Credit : Yunus Gazi, Vadodara , Mihir Bhatt, Ahmedabad, Ankit Modi Bharuch )

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">