AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: ચૂંટણીઓમાં રોકડ રકમ અને દારૂની હેરફેર રોકવા વડોદરામાં 24 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ

વડોદરા (Vadodara) જિલ્લામાં  ચૂંટણીઓ માં રોકડ રકમ ,દારૂ ની હેરાફેરી રોકવા ચૂંટણી પંચ ની ટીમો તૈનાત છે અને ચૂંટણી ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા માટે વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠકો માટે 24 જેટલી ચેકપોસ્ટ ઉપર સ્ટેટિક સર્વેલન્સ ટીમો કાર્યરત રહેશે

Gujarat Election 2022: ચૂંટણીઓમાં રોકડ રકમ અને દારૂની હેરફેર રોકવા વડોદરામાં 24 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ
Survelence team in vadodara
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 10:16 AM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  ચૂંટણીઓ આવતાજ રાજ્યોમાં દારૂની રેલમછેલ થતી હોય છે તેમજ બિનહિસાબી નાણાની હેરફેર પણ મોટી સંખ્યામાં થતી હોય છે. ત્યારે લોકશાહીમાં અસામાજિક તત્વો દારૂ અને નાણાની હેરફેર કરીને મતદારોને ગેરમાર્ગે ન દોરે તે માટે ચૂંટણી પંચ ખૂબ જ સતર્ક છે અને અને આવી ઘટનાઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ કામ માટે વડોદરા જિલ્લામાં 24 જેટલી ચેક પોસ્ટ પર સર્વેલન્સની ટીમ મૂકવામાં આવી છે. આ ટીમ ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવાનું કામ કરશે તેમજ દારૂ અને રોકડની હેરફેર ઉપર પણ નજર રાખશે.

ગુજરાત ઇલેક્શન 2022:  વડોદરા શહેર-જિલ્લામાં 24 જેટલી ચેકપોસ્ટ ઉપર સ્ટેટિક સર્વેલન્સ ટીમ તૈનાત

વડોદરા જિલ્લામાં  ચૂંટણીઓ માં રોકડ રકમ ,દારૂ ની હેરાફેરી રોકવા ચૂંટણી પંચ ની ટીમો તૈનાત છે અને  ચૂંટણી ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા માટે વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠકો માટે 24 જેટલી ચેકપોસ્ટ ઉપર સ્ટેટિક સર્વેલન્સ ટીમો કાર્યરત રહેશે.  સાવલીમાં પોઇચા બ્રિજ, ઉદલપુર ફાટક, ખાખરિયા ચેકપોસ્ટ, વાઘોડિયામાં જરોદ, ડભોઇમાં વેગા, કાયવરોહણ ચોકડી, સમિયાલા, વડોદરા (શહેર)માં વાઘોડિયા, આજવા, હરણી, સયાજીગંજમાં છાણી જકાત નાકા, ગોત્રીસેવાસી રોડ, ગોરવા કોયલી રોડ, અકોટામાં ગોત્રી, રાવપૂરામાં સમા, માંજલપુરમાં તરસાલી, જાંબુઆ, અટલાદરા પાદરામાં કઠવાડા, મુંજપુર અને માસર તથા કરજણમાં મિયાગામ ચોકડી, શેગવા અને ભરથાણા ટોલનાકા સહિત કુલ 24 એસએસટી ટીમ તહેનાત કરવામાં આવી.

ગુજરાત ઇલેક્શન 2022:  ફરિયાદ નિવારણ સમિતિની રચના

વડોદરા શહર જિલ્લામાં તૈનાત 24 SST દ્વારા જપ્ત કરવામાં આવેલ શંકાસ્પદ રોકડ અને અન્ય સામગ્રી છૂટી કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરની અધ્યક્ષતામાં ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં ખર્ચ મોનિટરિંગના નોડેલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ અને જિલ્લા તિજોરી અધિકારીની સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા વખતો વખત આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબની કામગીરી આ સમિતિ કરશે.

ગુજરાત ઇલેક્શન 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">