Vadodara: રાજકીય ફલક પર ઇતિહાસમાં પ્રથમ વખત બની એવી ઘટના કે ભાજપમાં આવ્યો ભૂકંપ, શું છે સમગ્ર રાજકીય ખટપટ, જાણો

|

Jul 25, 2023 | 4:29 PM

વડોદરાજ નહીં કદાચ ગુજરાતના રાજકીય ફલક પર ઇતિહાસ સર્જાયો છે. વડોદરા પત્રિકા કાંડમાં ભાજપના કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. કોર્પોરેટર અલ્પેશ લીંબાચિયાની ધરપકડ બાદ મેયર નિલેશ રાઠોડે ભગવાનને યાદ કર્યા અને બોલ્યા "સત્યમેવ જયતે". આખરે દોસ્તીમાં દરારનું કારણ શું તે વાત હાલ મહત્વનો મુદો છે.

Vadodara: રાજકીય ફલક પર ઇતિહાસમાં પ્રથમ વખત બની એવી ઘટના કે ભાજપમાં આવ્યો ભૂકંપ, શું છે સમગ્ર રાજકીય ખટપટ, જાણો

Follow us on

Vadodara: મેયર નિલેશ રાઠોડ અને તેઓના ભાઈઓ સામે ગંભીર આક્ષેપો વાળી પત્રિકા ફરતી કરવા મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્પોરેશન માં શાસક પક્ષના પૂર્વ નેતા અને વોર્ડ નમ્બર 19 ના ભાજપ ના કોર્પોરેટર અલ્પેશ લીંબચિયાની ધરપકડ બાદ મેયર નિલેશ રાઠોડે મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે સત્યમેવ જયતે, ભગવાન મારી સાથે હતા.

માત્ર વડોદરાજ નહીં કદાચ ગુજરાતના રાજકીય ફલક પર ઇતિહાસ સર્જાયો છે. સત્તાપક્ષના રનિંગ કોર્પોરેટરના સગાઓ સામે ગુનો નોંધાયા બાદ ખુદ શાસક પક્ષના કોર્પોરેટરની પણ ધરપકડ થઇ હોય, તેવો પહેલો કિસ્સો વડોદરામાં નોંધાયો. ભાજપના કોર્પોરેટર અલ્પેશ લીંબચિયાની ધરપકડ બાદ મેયર નિલેશ રાઠોડે મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું કે રાજકીય ઇર્ષ્યા રાખીને આક્ષેપો કરવામાં આવ્યા હતા. પાર્ટીની મંજૂરી સાથે અમે પોલીસ તપાસ માંગી, તપાસને અંતે જે નામ આવ્યું તે ખૂબ આઘાત જનક અને દુઃખદ છે. પાર્ટી જે કઈ પણ કહેશે એ પ્રમાણે હું આગળનીં કાર્યવાહી કરીશ.

પત્રિકા માં કરવામાં આવેલ આક્ષેપો. સંદર્ભે નિલેશ રાઠોડે કહ્યું કે મેજ સામેથી તપાસ માંગી છે, ઈર્ષ્યા ખોરીમાં કરેલું આ કાર્ય છે, સત્યમેવ જયતે, ભગવાન મારી સાથે હતા. જે કાંઈ સત્ય હતું એ બહાર આવી ગયું છે.

ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video
Makai rotlo : મકાઈના રોટલામાં ક્યા વિટામિન જોવા મળે છે?
પપૈયાની છાલમાંથી બનાવો છોડ માટે ખાતર, આ રહી સંપૂર્ણ પ્રક્રિયા
શિયાળામાં તલ ખાવાના છે ગજબ ફાયદા
આજનું રાશિફળ તારીખ : 16-11-2024

અલ્પેશેજ તેના વિસ્તારમાં કામ કરવા કહ્યું હતું – મેયર

મેયરે કહ્યું આક્ષેપો અંગે કોઈ ચિંતા નથી, સંકલન અને સ્ટેન્ડિંગ માં એ (અલ્પેશ લીંબચિયા) હાજર હોય છે, એમનેજ કહ્યું હતું એમના  વિસ્તારમાં કામ થવું જોઈએ, કઈ માનસીકતા સાથે આ આક્ષેપો કર્યા છે એ સમજાતું નથી, તમામ કામો સંકલનમાં મુકાતા હોય છે પછી પાસ થતા હોય છે. માત્ર મેયર કે ચેરમેનના કહેવાથી કઈ નથી થતું. રાજકીય ઈર્ષ્યા રાખી ષડયંત્ર કર્યું છે. તેવું મેયરે નિવેદન આપ્યું છે. 

ષડયંત્રમાં સામેલ અન્યોના નામ ખુલવા પર મેયર આશાવાદી

પત્રિકા પ્રકરણમાં હજુ કોઈ અન્ય હોય શકે છે ? તેવા પ્રશ્નના ઉત્તરમાં નિલેશ રાઠોડે જણાવ્યું કે પહેલા બે નામ ખુલ્યા, પછી ત્રીજું નામ ખુલ્યું, અન્ય કોઈ સંડોવાયેલું હશે તો તેનું પણ નામ ખુલશે, પોલીસ સારી કામગીરી કરી રહી છે. અલ્પેશ વિરુદ્ધ સંગઠન કક્ષા એ કાર્યવાહી થવી જોઈએ તેવા પ્રશ્નના ઉત્તરમાં નિલેશ રાઠોડે જણાવ્યું કે શહેર સંગઠન અને પ્રદેશના નેતાઓ ચર્ચા કરી જે નિર્ણય લેશે તે આવકાર્ય રહેશે,જે કોઈ નિર્ણય લેવાશે સારો નિર્ણય હશે દૂધ નું દૂધ પાણી નું પાણી થઈ ગયું છે.

બદનક્ષીનો દાવો કરવો કે નહિ એ પરિવાર નક્કી કરશે

બદનાક્ષીનો દાવો કરવો કે કેમ એ અમે ભાઈઓ ચર્ચા કરી નક્કી કરીશું, ધરપકડની આજેજ જાણકારી મળી છે, પર્સનલ લેવલ પર હોય તો શું કરવું જોઈએ તે અંગે ચર્ચા કરીશું. પાર્ટી જો ના કહેશે તો હું કઈ નહીં કરું પરંતુ મારા ભાઈઓ તમામ કાર્યવાહી કરી શકશે.

દોસ્ત દોસ્ત ના રહા…

નિલેશ રાઠોડ અને અલ્પેશ લીંબચિયા યુવા ભાજપ અને તે પૂર્વે થી વિવિધ રાજકીય સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં સાથે રહ્યા છે અને મિત્રો પણ રહ્યા છે છતાં અલ્પેશ નું નામ સામે આવતા આઘાત સાથે નિલેશ રાઠોડે જણાવ્યું કે અમે બજરંગદળ, VHP થી સાથે કામ કરી રહ્યા છે,વિશ્વાસ નહોતો કે આ નામ આવશે, વર્ષ 2013માં પણ આવી પત્રિકા બહાર આવી હતી, દાખલો બેસે ઉદાહરણ રૂપ કાર્યવાહી થાય આવું કરવા વાળા ખુલ્લા પડે તે માટે મેંજ પાર્ટી કાર્યાલય પાસે તપાસ માંગીહતી

બંને મિત્રો છે, બંને મિત્રોની આંતરિક બાબત છે: શહેર ભાજપ પ્રમુખ

શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે પણ પત્રિકા પ્રકરણમાં અલ્પેશ લીંબચિયાની સંડોવણીને આઘાતજનક ગણાવી હતી. નિલેશ રાઠોડ અને અલ્પેશ લીંબચિયા બંને મિત્રો છે અને સમગ્ર વિવાદ ને બંનેની આંતરિક બાબત ગણાવી હતી,પત્રિકા પોસ્ટ કરવા ભાજપ કાર્યાલય માંથી સરનામાંની યાદી ગઈ હોવા અંગે તેઓએ જણાવ્યું કે આવું શક્ય નથી પરંતુ આ મુદ્દે પણ અમે તપાસ કરી કાર્યવાહી કરીશું.

ધારાસભ્ય યોગેશ પટેલ નિલેશ રાઠોડ ની વ્હારે આવ્યા

નિલેશ રાઠોડ એ માંજલપુર ના ધારાસભ્ય યોગેશ પટેલ ના રાજકીય વારસદાર ગણાય છે. નિલેશ રાઠોડ ની રાજકીય કારકિર્દી ખતમ થાય તેવા આશય સાથેજ આ પત્રિકા વહેતી કરવામાં આવી હોવાની રાજકીય ચર્ચાઓ વ્યાપક છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અત્યાર સુધી પત્રિકા વિવાદ મુદ્દે બોલવાનું ટાળતા હતા પરંતુ અલ્પેશની ધરપકડ બાદ આજે તેઓ એ મૌન તોડ્યું હતું.

યોગેશ પટેલે જણાવ્યું કે પત્રિકામાં જે આક્ષેપો કરાયા છે તે ગેરસમજથી કરેલા છે, કોઈ ગેરરીતિના થઈ શકે, જે કામન ખાત મહુર્ત અમે કરી એ છે એજ કામના લોકાર્પણ પણ અમે કરીએ છે.

આ પણ વાંચો : મેયર વિરૂદ્ધ પત્રિકા પોસ્ટ કરવાનો મુદ્દો, જપ્ત કરાયેલા લેપટોપ અને પ્રિન્ટરમાંથી અલ્પેશની સંડોવણીના પુરાવા હાથ લાગ્યા, જુઓ Video

વિપક્ષ નેતા અમી રાવતે પત્રિકા વિવાદમાં ઝંપલાવ્યું

વિપક્ષ નેતા અમી રાવતે ભાજપના આંતરિક પત્રિકા વિવાદ મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી પત્રિકામાં કરાયેલા આક્ષેપો અંગે તપાસની માંગ કરી નિવેદન જારી કર્યું છે કે અમે કમિશ્નર પાસે તપાસ માંગી છે તપાસ માં જો ભ્રષ્ટાચાર પુરવાર થાય તો કાયદાકીય કાર્યવાહી કરવી અને જો આક્ષેપો બેબુનિયાદ સાબિત થાય તો શહેરને પ્રથમ નાગરિકને બદનામ કરનાર, કોર્પોરેશનને બદનામ કરવા સબબ અલ્પેશ લીંબચિયા અને તેઓના સાથીદારો પર માનહાનીનો દાવો કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

જોકે હાલ વડોદરા પત્રિકાકાંડમાં કોર્પોરેટર અલ્પેશ લીંબચીયાને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. 20 કલાક સુધી ક્રાઇમ બ્રાંચની કચેરીએ રહ્યા બાદ જામીન પર છૂટકારો અપાયો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા મેરેથોન પૂછપરછ બાદ લીંબચીયાને જામીન આપવામાં આવ્યા. અલ્પેશ લીંબચિયા દ્વારા તમામ આક્ષેપો નકારવામાં આવ્યા છે. ખોટી રીતે ફસાવ્યો હોવાનું અલ્પેશ લીંબચીયાનું નિવેદન છે. પત્રિકાકાંડમાં ધરપકડ બાદ અલ્પેશ લીંબચીયાને ભાજપે નોટિસ ફટકારી છે. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ દ્વારા શો કોઝ નોટિસ ફટકરાઈ છે જેમાં 4 દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:26 pm, Mon, 24 July 23

Next Article