Vadodara: મેયર વિરૂદ્ધ પત્રિકા પોસ્ટ કરવાનો મુદ્દો, જપ્ત કરાયેલા લેપટોપ અને પ્રિન્ટરમાંથી અલ્પેશની સંડોવણીના પુરાવા હાથ લાગ્યા, જુઓ Video
વડોદરામાં મેયર વિરૂદ્ધ પત્રિકા પોસ્ટ કરવાના મુદે બે દિવસ પહેલા જ અલ્પેશનું રાજીનામું લઈ લેવાયું હતું. લેપટોપ અને પ્રિન્ટરમાંથી અલ્પેશની સંડોવણીના પુરાવા મળતાં કાર્યવાહી કરાઇ છે.
વડોદરામાં મેયર વિરૂદ્ધ પત્રિકા પોસ્ટ કરવા મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ભાજપના કોર્પોરેટર અને શાસક પક્ષના પૂર્વ નેતા અલ્પેશ લિંબાચિયાની ધરપકડ કરી છે. જેને લઈ વડોદરા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે વડોદરાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના રનિંગ કોર્પોરેટરની આ રીતે ધરપકડ કરવામાં આવી છે.
જપ્ત કરાયેલા લેપટોપ અને પ્રિન્ટરમાંથી અલ્પેશની સંડોવણીના પુરાવા હાથ લાગતા ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે મેયર નિલેશ રાઠોડ અને ભાઈ વિરૂદ્ધ અલ્પેશ લિંબાચિયાએ પત્રિકા વાયરલ કરી હતી. જેમાં મેયર વિરૂદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલો સામે આવતા બે દિવસ પહેલા જ અલ્પેશ લિંબાચિયાનું રાજીનામું લઈ લેવાયું હતું. તો પોલીસે અલ્પેશના સાળા અને સાઢુની પણ ધરપકડ કરી ચૂકી છે.
બીજીતરફ ભાજપ સંગઠનમાંથી પણ અલ્પેશને સસ્પેન્ડ કરવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે આજ સાંજ સુધીમાં જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. તો બીજીતરફ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિજય શાહે ઘટનાને દુઃખદ ગણાવી છે. તેમણે કહ્યું કે મેયર નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયા બંને મિત્રો છે અને આ વિવાદ તેમનો વ્યક્તિગત વિવાદ છે. શહેર ભાજપ કાર્યાલયમાંથી સરનામા ગયા હોવાની વાત અંગે તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે- અલ્પેશ લિંબાચિયા વિરૂદ્ધ કાર્યવાહી અંગે પ્રદેશનું મોવડી મંડળ નિર્ણય લેશે.
આ પણ વાંચો : 9 લોકોને મોતની નિંદ્રા સુવડાવી દેનાર તથ્ય બન્યો કેદી નંબર 8683, બાપ બેટાની જોડીને મોકલાઈ સેન્ટ્રલ જેલ
તો આ તરફ મેયર નિલેશ રાઠોડે કહ્યું કે આ સમગ્ર ઘટના આઘાતજનક છે. રાજકીય કિન્નાખોરી રાખી બદનામ કરવાનું ષડયંત્ર છે. પોલીસ તપાસમાં જે લોકો સંડોવયેલાં છે તે તમામના નામો બહાર આવશે. પાર્ટી કાર્યલાય જે આદેશ કરશે તે મુજબ આગળની કાર્યવહી કરાશે.
વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો