Vadodara: કોરોનાનો ભોગ બનેલા સુખડીયા ભાઈઓ માત્ર 15 રૂપિયામાં સયાજી હોસ્પિટલમાં સાજા થયા

વડોદરાનો સુખડીયા પરિવાર જ્યારે કુટુંબના 14માંથી 11 સભ્યો કોરોના પોઝિટીવ જણાયા ત્યારે ઘેરી ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. જો કે આ પૈકી 8 લોકોને પ્રભાવ સામાન્ય હતો, એટલે ઘરે સારવાર પૂરતી હોવાથી થોડીક રાહત તો થઈ.

Vadodara: કોરોનાનો ભોગ બનેલા સુખડીયા ભાઈઓ માત્ર 15 રૂપિયામાં સયાજી હોસ્પિટલમાં સાજા થયા
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Apr 22, 2021 | 8:27 PM

વડોદરાનો સુખડીયા પરિવાર જ્યારે કુટુંબના 14માંથી 11 સભ્યો કોરોના પોઝિટીવ જણાયા ત્યારે ઘેરી ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. જો કે આ પૈકી 8 લોકોને પ્રભાવ સામાન્ય હતો, એટલે ઘરે સારવાર પૂરતી હોવાથી થોડીક રાહત તો થઈ. પરંતુ પંકજભાઈના મોટાભાઈ અતુલભાઈ અને નાનાભાઈ જીતેન્દ્રભાઈ ત્રણેયને અસર વધુ હતી એટલે હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી હતી. વડોદરાના વરિષ્ઠ અને અનુભવી તબીબ ડો.જયેશ શાહ સાથે સુખડીયા પરિવારને ખૂબ ઘરોબો. એમણે સયાજી હોસ્પિટલમાં જ દાખલ થવાની સલાહ આપી. મેડિક્લેમ અને કોરોના પોલિસી પણ હતી. તેમ છતાં સયાજીમાં જ દાખલ થવાનો નિર્ણય લીધો, જે છેવટે સાચો અને સુયોગ્ય ઠર્યો.

પંકજભાઈ અને જીતેન્દ્રભાઈ 10 દિવસની સારવાર પછી કોરોનામુક્ત થઈ ઘરે આવ્યા. મોટાભાઈ કો મોરબીડ હતા એટલે 21 દિવસ સારવાર ચાલી. પરંતુ સયાજીના તબીબોએ આ ભાઈઓ રોગમુક્ત થયાની ખાત્રી પછી જ રજા આપી. રેમડેસીવિરના કોર્સ સહિત જરૂરી તમામ દવાઓ આપી અને રજા આપતાં સમયે પણ વધુ 10 દિવસ ચાલે એટલી જરૂરી દવાઓ આપી. પંકજભાઈ કહે છે કે એક વ્યક્તિના રૂ.5 પ્રમાણે અમે ત્રણ ભાઈઓ રૂ.15ની સાવ નજીવી કેસ ફી ચૂકવીને દાખલ થયા હતા. તેની સામે હું હિસાબ માંડુ તો મારા મોટાભાઈને ખાનગી દવાખાનામાં રૂ.10થી 12 લાખ ચૂકવવા પડે એટલી અને બાકીના 2 ભાઈઓને અંદાજે ફૂલ રૂ.5 લાખ ચૂકવવા પડે એટલી સારવાર મળી અને સહુથી મોટા આનંદની વાત તો એ છે કે સાવ વિનામૂલ્યે સારવાર મળી અને રોગમુક્ત થઈને હેમખેમ ઘેર પાછા ફર્યા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પંકજભાઈ લાગણીભીના અવાજે કહે છે સયાજી હોસ્પિટલે ખરેખર તો આરોગ્ય મંદિર છે અને તેના ઉચ્ચ શિક્ષણ અને કુશળતા ધરાવતા તબીબો અને આરોગ્ય કર્મચારીઓ, સેવકો બધાં જ ભગવાનની બરોબર વંદનીય છે, તેઓ તો એટલે સુધી કહે છે કે ચરણ સ્પર્શને યોગ્ય છે. આ તમામ બાબતોનો યશ રાજ્ય સરકારને જાય છે, એવી લાગણી વ્યક્ત કરતાં તેઓ જણાવે છે તબીબો અને સ્ટાફ ગમે તેટલો કુશળ હોય, પરંતુ જરૂરી અને પૂરતી દવાઓ અને તબીબી સાધનો, સુવિધાઓ ના હોય તો લાચાર બની જાય. રાજ્ય સરકારે ખૂબ છુટા હાથે આ બધી વ્યવસ્થાઓ કરી એટલે જ આટલી સારી સારવાર શક્ય બની છે.

સુખડીયા પરિવાર એક અનિવાર્ય કૌટુંબિક પ્રસંગ નિમિતે એકત્ર થયો, માત્ર 40 જેટલા લોકો બધી કાળજી લઈ પ્રસંગમાં જોડાયા તેમ છતાં પરિવારના સભ્યો ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમિત થયાં એ હકીકત સહુની આંખ ખોલનારી છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અગત્યતા સમજાવે છે. તેઓ કહે છે કે સરકારી દવાખાનાઓમાં હોય છે તેટલો ઉચ્ચ શિક્ષિત અને તાલીમબદ્ધ સ્ટાફ અન્ય દવાખાનાઓમાં નથી હોતો. આ સ્ટાફની કુશળતા જ રોગ સામેની લડાઈમાં તેમને જીત અપાવે છે. તબીબો અને કર્મચારીઓ હાલમાં 10થી 12 કલાક તો ફરજો બજાવે જ છે. જરૂર પડ્યે ફરજનો સમય 16થી 18 કલાક પણ લંબાઈ જાય છે, તેમ છતાં કોઈ કંટાળા કે અણગમા વગર ફરજ બજાવે છે.

આ ફરજો દરમિયાન ઘણાં જાતે કોરોનાગ્રસ્ત બન્યા તો પણ સાજા થઈ પાછા ફરજ પર જોડાઈ ગયા. ઘણાના કુટુંબીજનોને પણ કોરોના થયો. પરંતુ કોઈએ ફરજમાં પાછી પાની કરી નથી. પંકજભાઈ કહે છે કે દરેક સાથે આ લોકો ખૂબ સૌજન્ય અને વિવેકથી વર્તે છે. અહીં બે ટાઈમ ભોજન, નાસ્તો, ચા અને દૂધ મળે છે. પીવા માટે 500 એમ.એલની વોટર બોટલ છૂટથી મળે છે. પછી બીજું શું જોઈએ?

આ આરોગ્ય મંદિર છે અને તેની સારવાર રૂપી પ્રસાદથી અમારા જીવનની રક્ષા થઈ છે, અમે ખરેખર ધન્ય થઈ ગયાં છે એવી લાગણી વ્યક્ત કરતા તેમને જણાવ્યું કે દર્દીઓની સંખ્યા ધાર્યા કરતાં ખૂબ વધારે છે, ત્યારે ક્યાંક, કોઈ ઈરાદા વગર નાની મોટી ચૂક થઈ જાય તો તેને આધારે આ લોકોની સેવાને મુલવવી ઠીક નથી.કપરા સંજોગો અને ચેપનું જોખમ વહોરી આ લોકો જે અવિરત સેવાઓ આપી રહ્યાં છે એ વંદનીય છે, હું અને મારો પરિવાર સહુને દિલથી વંદન કરીએ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">