Vadodara નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આઠ બેઠકો પર ભાજપનો વિજય

વડોદરામાં ઇતિહાસમાં પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ છે. ચૂંટણીમાં અગાઉ ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 10:01 PM

વડોદરા(Vadodara) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં તમામ આઠ બેઠકો ઉપર ભાજપ(BJP) નો વિજય થયો છે.ઇતિહાસમાં પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ છે. ચૂંટણીમાં અગાઉ ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ થયા હતા. જયારે બાકીની આઠ બેઠકો માટે નવ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.જેમાં કોંગ્રેસના ઉમેદવાર સાઈ ઢેકાણેનો પરાજય થયો છે. મત ગણતરી દરમિયાન બે મત કેન્સલ થવા છતાં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે.

મત ગણતરી સમયે બેલેટ પેપર શાસક પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચીયાના હાથમાં રહેતા વિવાદ છેડાયો હતો. ભાજપ ઉમેદવારોનો વિજય થતા મેયર કેયુર રોકડિયાએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે. આમ હવે વડોદરા મહાનગર પાલિકા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં પણ વિપક્ષે સ્થાન ગુમાવ્યું છે.

આ પણ વાંચો : સૂર્ય કરતાં 100 ગણો મોટો તારો, પ્રથમ વખત તારામાં થયેલા વિસ્ફોટની અદભૂત તસવીર લેવામાં આવી, વૈજ્ઞાનિકો પણ થયા આશ્ચર્યચકિત

આ પણ વાંચો : LAC થી સારા સમાચારઃ ચીની સૈનિકો ગોગરામાંથી બેગ-બિસ્તરા સાથે પાછા હટ્યા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">