VADODARA: MS યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ ઘટાડવાની માંગ સાથે ABVPનું વિરોધ પ્રદર્શન

મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MS UNI)માં આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસક્રમ ઘટાડવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ - ABVPએ યુનિવર્સિટીની હેડ ઓફીસ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 04, 2021 | 11:07 PM

મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MS UNI)માં આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસક્રમ ઘટાડવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – ABVPએ યુનિવર્સિટીની હેડ ઓફીસ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ABVPએ આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસક્રમમાં 50% ઘટાડો કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 

 

આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની માંગ સાથે ABVPએ આ પહેલા પણ આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો અને ધરણાપ્રદર્શન પણ કર્યું હતું. યુનિવર્સિટી દ્વારા આ અંગે કોઈ નિર્ણય ન લેવામાં આવતા ABVPના કાર્યકરોએ MS UNIની હેડ ઓફીસ પાસે ફટાકડા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. માંગ ન સંતોષાતા ABVPએ આગળ પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

 

આ પણ વાંચો: મહેસાણા-ઊંઝા રોડ પરથી રૂ.3.90 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, બે શખ્સોની ધરપકડ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">