Vadodara ના પીઆઈ અજય દેસાઇની પત્ની ગુમ થવાના કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપાઈ : ગૃહ મંત્રી

વડોદરા પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ કેસની તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસેથી સરકારે આંચકી લીધી છે. તેમજ આ કેસની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATS ને સોંપવામાં આવી હોવાનું જણાવ્યું છે.

Vadodara ના પીઆઈ અજય દેસાઇની પત્ની ગુમ થવાના કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપાઈ : ગૃહ મંત્રી
Vadodara PI Ajay Desai wife case handed over to Ahmedabad Crime Branch and ATS Said Home Minister
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 9:17 PM

વડોદરા(Vadodara ) માં પોલીસ ઇન્સ્પેકટર અજય દેસાઇની પત્ની  સ્વીટી પટેલ(Sweety Patel )  ગુમ થવાના કેસ મામલે વડોદરા પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ કેસની તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસેથી સરકારે આંચકી લીધી છે. તેમજ આ કેસની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATS ને સોંપવામાં આવી હોવાનું જણાવ્યું છે.

આ કેસમાં  અત્યાર સુધી તપાસ કરતી વડોદરા  ગ્રામ્ય પોલીસે   પીઆઇ અજય  દેસાઇનો ગાંધીનગર FSL ખાતે પોલિગ્રાફિક ટેસ્ટ  કરાવ્યો હતો.  જ્યારે હવે તેમના નાર્કો ટેસ્ટ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જ્યારે વડોદરા ગ્રામ્ય પોલીસના પીઆઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં ડીવાયએસપઇ કલ્પેશ સોલંકી દ્વારા પૂછપરછનો દોર આગળ વધારવામાં આવ્યો  હતો . જેમાં એક રાજકીય અગ્રણીની પૂછપરછ અને કરજણ પીઆઈ મેહુલ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

આ કેસમાં થોડા સમય પૂર્વે દહેજના વાગરા નજીકથી શંકાસ્પદ હાડકા મળ્યા હતા તેની નજીકમાં આ રાજકીય અગ્રણીના મિત્રનુ ફાર્મ હાઉસ આવેલુ છે, જો કે રાજકીય નેતા દ્વારા પૂછપરછ થઈ હોવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. તેમણે મિત્રના કામ અર્થે કરજણ પોલીસ મથકે ગયો હોવાનું રટણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે,  PI અજય દેસાઇએ  સ્વયંભૂ કોર્ટે સમક્ષ હાજર થઇને ટેસ્ટ માટે સંમતિ આપી હતી. અગાઉ સમગ્ર કેસમાં તલસ્પર્શી તપાસ માટે તપાસ અધિકારીએ નાર્કો અને પોલિગ્રાફિક ટેસ્ટ માટે અરજી કરી હતી . કોર્ટે બંને ટેસ્ટ કરાવવા માટે તપાસ અધિકારીને મંજૂરી આપી  હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભારે ચકચાર જગાવી ચૂકેલા આ કેસમાં સ્વીટી પટેલના ગુમ થયાના 37 દિવસ થઈ ચૂક્યાં છે. વડોદરા જિલ્લા એસ.ઓ.જી. પી.આઇ. એ.એ. દેસાઇની પત્ની સ્વીટી પટેલને શોધવા માટે જિલ્લા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે. પરંતુ, સ્વીટી પટેલનો કોઇ પત્તો મળ્યો નથી. પોલીસે ગુજરાતની વિવિધ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવેલી બિનવારસી 17 ડેડ બોડીની તપાસ કરી છે, પરંતુ, તે તમામ ડેડ બોડીઓ અન્ય કોઇ વ્યક્તિની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ ઉપરાંત થોડા દિવસ પૂર્વે પોલીસને દહેજ વિસ્તારમાંથી શંકાસ્પદ હાડકા મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હાડકા બળેલી હાલતમાં મળી આવ્યા છે. જો કે આ હાડકાં માનવના છે કે કોઈ પશુના તેની તપાસ માટે FSL ની મદદથી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસે જણાવ્યું કે ફોરેન્સિક મેડિસનના અભિપ્રાય બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગુમ થવાની તપાસ દરમ્યાન પોલીસને નિર્માણાધીન હોટલની પાછળના ભાગથી હાડકાં મળી આવ્યા હતા.

જેમાં પોલીસ આ જગ્યાએ એટલે તપાસ હાથ ધરી હતી કારણ કે 5 જૂનની સાંજે પી. આઇ. અજય દેસાઇનું લોકેશન દહેજ હોવાનું જાણવા મળ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">