VADODARA : લોકડાઉનની દહેશતને પગલે હાથીખાનામાં કડીયારું ઉભરાયું, પાલિકા તંત્રએ વસુલ્યો દંડ

VADODARA : CORONA કેસોમાં વધારો થતાં સરકાર દ્વારા કર્ફ્યૂના સમયમાં વધારો કરાયો છે. ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા LOCK DOWN કરવામાં આવે તેવી લોકોમાં દહેશત છે.

VADODARA : લોકડાઉનની દહેશતને પગલે હાથીખાનામાં કડીયારું ઉભરાયું, પાલિકા તંત્રએ વસુલ્યો દંડ
હાથીખાના બજાર
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 3:01 PM

VADODARA : CORONA કેસોમાં વધારો થતાં સરકાર દ્વારા કર્ફ્યૂના સમયમાં વધારો કરાયો છે. ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા LOCK DOWN કરવામાં આવે તેવી લોકોમાં દહેશત છે. જેથી VADODARA શહેરના સૌથી મોટા હાથીખાના બજારમાં નાના, મોટા વેપારીઓ સહિત માસિક કરિયાણું ભરતા ગ્રાહકોએ ભારે ધસારો કર્યો હતો. હાથીખાનામાં ભારે ધસારાને પગલે SOCIAL DISTANCEના નિયમોનો ભંગ થયો હતો. પરિણામે VADODARA મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને, નિયમોનો ભંગ કરનાર દુકાનદાર સામે 2 હજારનો દંડ વસૂલાયો હતો. જેથી રોષે ભરાયેલા વેપારીઓએ હાથીખાના બજાર બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ પાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા.

મહિનાનું કરિયાણું ભરતા ગ્રાહકોએ ધસારો કર્યો CORONA કેસોમાં વધારો થતાં સરકાર દ્વારા કર્ફ્યૂના સમયમાં વધારો કરાયો છે. અને આગામી દિવસોમાં સરકાર દ્વારા LOCK DOWN કરવામાં આવે તેવી લોકોમાં દહેશત છે. જેને પગલે VADODARA શહેરના સૌથી મોટા હાથીખાના બજારમાં નાના, મોટા વેપારીઓ સહિત માસિક કરિયાણું ભરતા ગ્રાહકોએ ભારે ધસારો કર્યો હતો. HATHIKHANAમાં ભારે ધસારાને પગલે સોશિયલ ડિસ્ટનના લીરેલીરા ઉડયા હતા.

HATHIKHANA બજારમાં સવારથી કીડિયારું ઊભરાયું LOCK DOWNની દહેશત વચ્ચે શહેર તેમજ આસપાસના ગામોના નાના, મોટા વેપારીઓ પણ વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા ઉમટયાં હતા. શહેરના સૌથી મોટા બજાર ગણાતા એવા હાથીખાના બજારમાં વહેલી સવારથી ખરીદી માટે ઉમટી પડ્યા હતા. HATHI KHANA બજારમાં સવારે કીડિયારું ઊભરાયું હોય, તેમ વેપારીઓએ ભારે ધસારો કર્યો હતો. તે સાથે માસિક કરિયાણું ભરાતા ગ્રાહકો દ્વારા પણ ભારે ભીડ કરવામાં આવી હતી.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

વેપારીઓ અને છૂટક ગ્રાહકો ઉમટી પડયા, SOCIAL DISTANCE જળવાયું નહીં LOCK DOWNની દહેશતના પગલે સવારથી HATHI KHANA બજારમાં ઊમટી પડેલા વેપારીઓ અને છૂટક ગ્રાહકોના પગલે SOCIAL DISTANCE પણ જળવાયું ન હતું. વેપારીઓ દ્વારા પણ નાના વેપારીઓ અને ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની ફરજ ચૂક્યા હતા.

વેપારી એસોસીએશનની અપીલઃ બજારમાં પૂરતો સ્ટોક છે જોકે, વેપારી એસોસીએશનના અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, હાથીખાના બજારમાં પૂરતો સ્ટોક છે. સરકાર દ્વારા કોઈ લોકડાઉન કરવામાં આવનાર નથી, જેથી ભીડ ન કરવા અને જથ્થાનો સંગ્રહ કરવા જણાવવા છતાં નાના વેપારીઓએ ખરીદી માટે અને સ્ટોક ન કરવા અને ભારે ધસારો ન કરવા અપીલ કરવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">