vadodara : ગુમ સ્વીટી પટેલના પુત્ર રીધમની હ્રદયદ્રાવક પોસ્ટ, મમ્મા તું ક્યા છે ?

સ્વીટી પટેલના પ્રથમ પતિથી થયેલા ઓસ્ટ્રેલીયા સ્થિત ૧૭ વર્ષીય પુત્ર રીધમ પંડ્યાએ  સોશિયલ મીડિયા થકી પોતાની માતાને શોધવા માટે અભિયાન છેડ્યું છે.

vadodara : ગુમ સ્વીટી પટેલના પુત્ર રીધમની હ્રદયદ્રાવક પોસ્ટ, મમ્મા તું ક્યા છે ?
Heartbreaking post of missing sweety Patel's son Rhythm
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 24, 2021 | 5:57 PM

vadodara : વડોદરા ગ્રામ્ય પોલીસના પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થયા તેને આજે ૫૦ દિવસ પૂર્ણ થઇ ચુક્યા છે. ૫મી જુનના રોજ રાત્રીના ૧ વાગ્યાથી સવારના ૮.૩૦ વાગ્યા દરમ્યાન પત્ની સ્વીટી પટેલ પોતાના બે વર્ષના પુત્ર અને મોબાઈલ ઘરમાં જ મૂકી ક્યાંક ચાલ્યા ગયા હોવાની જાણવાજોગ નોંધ ૧૧ મી જુનના રોજ સ્વીટી પટેલના ભાઈએ કરજણ પોલીસ મથકે નોંધાવી હતી.

પરંતુ મીડિયાને આ બાબતની જાણ ૨૦ મી જુનના રોજ થઇ, જ્યારે વડોદરા જીલ્લા પોલીસ દ્વારા અખબારોમાં સ્વીટી પટેલ ગુમ થવા અંગે જાહેરાત પ્રકાશિત કરાવી. આ સાથે જ સ્વીટી પટેલના પ્રથમ પતિથી થયેલા ઓસ્ટ્રેલીયા સ્થિત ૧૭ વર્ષીય પુત્ર રીધમ પંડ્યાએ  સોશિયલ મીડિયા થકી પોતાની માતાને શોધવા માટે અભિયાન છેડ્યું છે.

પોતાની માતા માટે ખુબજ સંવેદનશીલ અને લાગણીશીલ ૧૭ વર્ષીય રીધમ પોતાના સોશિયલ મીડિયા પેજ પર તો તેની માતાના ગુમ થવાથી લઇને વડોદરા પોલીસની તપાસ અને હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસ અંગેના માધ્યમોના અહેવાલોના કટિંગ અને ન્યુઝ લિંક  સતત અપડેટ કરી રહ્યો છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

સાથે જ તે where is my mom શીર્ષક હેઠળ એક પેજ પર પોતાની ગુમ માતાના અખબારી માધ્યમો અને ઈલેક્ટ્રોનિક મીડિયાની લિંક શેર કરી રહ્યો છે. રીધમ પંડ્યા  લોકોની હેલ્પ માંગી રહ્યો છે. અને સવાલો કરી રહ્યો છે . પોતાની માતા ક્યાંક તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને જોઈ રહી હોય વાંચી રહી હોય તે રીતે તેની સાથે સંવાદ કરે છે.

અથવા તે પોતાની માતાને શોધવા મદદ માંગે છે. સાથે જ તે પોલીસ, સમાજ અને મીડિયાને પણ પ્રશ્નો પૂછે છે. રીધમ પંડ્યા પોતાની માતા સ્વીટી પટેલ સંબંધિત સમચારો વાંચી સાંભળી નિરાશ અને હતાશ થઇ રહ્યો છે. આજે તેને સોશિયલ મીડિયા પર જે બે પોસ્ટ મૂકી છે તે હ્રદયદ્રાવક અને સૌને હચમચાવે તેવી છે.

વડોદરા ગ્રામ્ય પોલીસ ના DYSP કલ્પેશ સોલંકી પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ACP ડી.પી.ચુડાસમાએ તપાસ સંભાળતા વેંત અજય દેસાઈ અને સ્વીટી પટેલ જ્યાં રહેતા હતા. તે કરજણની પ્રયોશા સોસાયટી સ્થિત મકાનમાં તપાસ કરી ત્યારે ઘરમાંથી લોહીના નિશાન મળી આવ્યા હતા. લોહીના નિશાનને લઇને અનેક અનુમાનો થઇ રહ્યા છે. અને આ અંગેના એક અખબારી અહેવાલ સાથેની લીંક રીધમ પંડ્યાએ where is my mom પેજ પર મૂકી લખ્યું છે “મમ્મા તું ક્યા છે ? હવે મને બીક લાગે છે મને ચિંતા થાય છે. આ છેલ્લી વાત છે જે જાણવા માંગીએ છે .બીમાર હોય તેવું અનુભવું છું.”

I am scared and worried now.. this is the last thing we want to know.. feeling sick. Mamma, tu kya che..?? 😥😥😥 રીધમ દ્વારા વધુ એક પોસ્ટ મુકવામાં અવી છે અને તેને પ્રશ્નો ઉઠાવ્યા છે તેના ભાઈ વિશે, સ્વીટી પટેલને પીઆઈ અજય દેસાઈથી થયેલા ત્રીજા પુત્ર વિશે, જે હાલ બે વર્ષ નો છે. રીધમ બે વર્ષના ભાઈ વિષે પ્રશ્નો લખતા પૂર્વ લખે છે. કેટલાક એવા પ્રશ્નો જે દબાવવામાં આવી રહ્યા છે  અથવા કોઈ પૂછતું નથી એનો અમે જવાબ માંગીએ છે.

Latest News Updates

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">