ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 મૃતદેહ મળી આવ્યા, 3 ની શોધખોળ ચાલુ, 4 અધિકારી સસ્પેન્ડ
આણંદ જિલ્લામાં આવેલા વડોદરાના પાદરાને જોડતો 40થી વધુ જૂનો પુલ ધરાશાયી થવાની ઘટનામાં નદીમાંથી 17 મૃતદેહ મળી આવ્યા છે. જો કે હજુ પણ 3 લોકો ગુમ હોવાની માહિતી છે. આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલ અને આર.ટી.પટેલ તથા મદદનીશ ઇજનેર જે.વી.શાહને ફરજમોકૂફ કરાયા છે.

આણંદ જિલ્લામાં આવેલા વડોદરાના પાદરાને જોડતો 40થી વધુ જૂનો પુલ ધરાશાયી થવાની ઘટનામાં નદીમાંથી 17 મૃતદેહ મળી આવ્યા છે. જો કે હજુ પણ 3 લોકો ગુમ હોવાની માહિતી છે. આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલ અને આર.ટી.પટેલ તથા મદદનીશ ઇજનેર જે.વી.શાહને ફરજમોકૂફ કરાયા છે.
ગુજરાતમાં વડોદરા અને આણંદને જોડતા પુલનો અકસ્માત મહિસાગર નદીમાં થયો હતો, જ્યાં અનેક વાહનો પડી ગયા હતા. આ ઘટના બાદ સરકારે માર્ગ અને મકાન વિભાગના ચાર ઇજનેરોને સસ્પેન્ડ કર્યા છે. વરસાદ અને નદીના ઊંડા પાણી બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. ગુજરાતમાં વડોદરા અને આણંદને જોડતો પુલ તૂટી પડતાં મહિસાગર નદીમાંથી અત્યાર સુધીમાં 17 મૃતદેહ મળી આવ્યા છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે આ અકસ્માતમાં મૃત્યુઆંક 17 પર પહોંચી ગયો છે.
સરકારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને ગુજરાત માર્ગ અને મકાન વિભાગના ચાર ઇજનેરોને સસ્પેન્ડ કર્યા છે. ગુમ થયેલા ત્રણ લોકોની શોધખોળ હજુ ચાલુ છે. બુધવારે સવારે પાદરા શહેર નજીક ગંભીરા ગામ પાસે ચાર દાયકા જૂના પુલનો એક ભાગ તૂટી પડતાં અનેક વાહનો મહિસાગર નદીમાં પડી ગયા હતા. આ પુલ આણંદ અને વડોદરા જિલ્લાઓને જોડે છે.
વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ત્રણ લોકો હજુ પણ ગુમ છે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને અન્ય એજન્સીઓ મૃતદેહો શોધવા માટે શોધ કામગીરી ચલાવી રહી છે. અત્યાર સુધીમાં 17 પીડિતોના મૃતદેહ મળી આવ્યા છે. પાંચ ઘાયલોની હાલત સ્થિર છે અને તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
વરસાદ એક મોટો પડકાર બન્યો
વરસાદ અને નદીમાં ઊંડા પાણીના કારણે બચાવ કામગીરી પડકારજનક બની ગઈ છે. કારણ કે આવી સ્થિતિમાં કોઈ મશીન કામ કરી રહ્યું નથી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે પુલ તૂટી પડવાના સંદર્ભમાં કાર્યવાહી કરી અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા.
ગુજરાતમાં પહેલા પણ આવા અકસ્માતો બન્યા છે
2021 થી ગુજરાતમાં પુલ તૂટી પડવાની ઓછામાં ઓછી છ મોટી ઘટનાઓ બની છે. સૌથી ભયાનક ઘટના ઓક્ટોબર 2022 માં બની હતી જ્યારે મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલા બ્રિટીશ યુગના ઝૂલતા પુલ તૂટી પડવાથી 135 લોકો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત બાદ સરકાર એક્શન મોડમાં છે. આ જ કારણ છે કે સરકારે ઉતાવળે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
