VIDEO: વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી L&T કંપનીની ઈમારતનો કાટમાળ ધરાશાયી

VIDEO: વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી L&T કંપનીની ઈમારતનો કાટમાળ ધરાશાયી

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી એલ એન્ડ ટીની ચાર માળની બિલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થતા એક મજૂરનું મોત થયું છે. ઇમારતના કાટમાળ હેઠળ હજુ પણ 4 મજૂરો દટાયેલા હોવાની આશંકા છે. દુર્ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશનર, ઉચ્ચ પોલીસ અધિકારી તથા NDRFની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. હાલ ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ દ્વારા રાહત અને […]

TV9 Webdesk12

|

Oct 19, 2019 | 12:51 PM

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી એલ એન્ડ ટીની ચાર માળની બિલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થતા એક મજૂરનું મોત થયું છે. ઇમારતના કાટમાળ હેઠળ હજુ પણ 4 મજૂરો દટાયેલા હોવાની આશંકા છે. દુર્ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશનર, ઉચ્ચ પોલીસ અધિકારી તથા NDRFની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. હાલ ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.ઈજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યાં છે. હાલ એક વ્યક્તિનું મોત થયું છે જેની ઓળખ થઈ ચુકી છે. મૃતકનું નામ કેફુલ પઠાણ હોવાનું બહાર આવી રહ્યું છે. આ અંગે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ પેટાચૂંટણી 2019: અલ્પેશના સમર્થનમાં અભિનેતા નરેશ કનોડિયાએ કહ્યું કે ‘હીરો તો ક્લાયમેક્સમાં જ આવે’, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, જૂની ઈમારત પાડવાની કામગીરી થઈ રહી હતી. L&Tની આ ઈમારત જૂની હતી. જેને લઈ લોકોની અવર-જવર બંધ હતી. અને કોઈ વસવાટ પણ કરતું ન હતું. તો સાથે 4 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલમાં તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી થઈ રહી છે. જે કોઈ લોકો ફસાયા તેને કાઢવાની પણ કામગીરી થઈ રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati