મકરસંક્રાંતિના તહેવારમાં વાસી ઉત્તરાયણનું પણ સરખું જ મહત્વ, લોકો ઉત્સાહભેર કરી રહ્યા છે ઉજવણી

ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ. પણ વાત અમદાવાદની આવે તો ઉત્તરાયણની સાથે વાસી ઉત્તરાયણનું પણ એટલું જ મહત્વ છે. ત્યારે આજે વાસી ઉત્તરાયણની પણ શહેરીજનો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યાં છે. સવારની કડકડતી ઠંડીમાં જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબ પર ચડી ગયા છે. સૂરજ નીકળતાની સાથે જ લોકો પતંગ, ફીરકી તેમજ ચીક્કી, લાડુ સહિતના નાસ્તા […]

મકરસંક્રાંતિના તહેવારમાં વાસી ઉત્તરાયણનું પણ સરખું જ મહત્વ, લોકો ઉત્સાહભેર કરી રહ્યા છે ઉજવણી
Follow Us:
| Updated on: Jan 15, 2020 | 7:34 AM

ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ. પણ વાત અમદાવાદની આવે તો ઉત્તરાયણની સાથે વાસી ઉત્તરાયણનું પણ એટલું જ મહત્વ છે. ત્યારે આજે વાસી ઉત્તરાયણની પણ શહેરીજનો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યાં છે. સવારની કડકડતી ઠંડીમાં જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબ પર ચડી ગયા છે. સૂરજ નીકળતાની સાથે જ લોકો પતંગ, ફીરકી તેમજ ચીક્કી, લાડુ સહિતના નાસ્તા સાથે ધાબા પર અડિંગો જમાવવા લાગ્યા છે.

આ પણ વાંચોઃ ઉત્તરાયણના દિવસે જ રાજકોટમાં લાકડી, ધોકા અને સોડાની બોટલ સાથે મારામારી

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઠંડા પવનની સાથે સાથે લોકો પતંગનો પેચ લગાવવામાં મસ્ત છે. ટેરેસ પર ડી.જેનો ધમધમાટ સંભળાઇ રહ્યો છે. લોકો પતંગ ચગાવવાની સાથે ડી.જેના તાલે પણ ઝૂમી રહ્યાં છે. એટલું જ નહિં સમગ્ર વાતાવરણ ‘કાપ્યો જ છે’ બૂમોથી ગૂંજી ઉઠયું છે. ધાબા પર પતંગ ચગાવવામાં, ચીક્કી ખાવામાં અને ઉત્તરાયણને મન ભરીને માણવામાં પતંગ રસિયાઓ મસ્ત બની ગયા છે. અને વાસી ઉત્તરાયણ મનાવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">