AHMEDABAD : કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું, દેશમાં રસીકરણનું કામ ઐતિહાસિક અને ઝડપી થઈ રહ્યું છે

રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધી રસીકરણનું ઐતિહાસિક કામ થયું છે અને આ કામ હજુ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. સૌએ મફત રસીકરણ બદલ મોદી સરકારનો આભાર માન્યો છે. હું પણ તેમનો આભાર માનું છું.

AHMEDABAD : કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું, દેશમાં રસીકરણનું કામ  ઐતિહાસિક અને ઝડપી થઈ રહ્યું છે
Union Minister Ramdas Athavale said that vaccination work in the country is becoming historic and fast.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 7:41 PM

AHMEDABAD :કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય પ્રધાન રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધી રસીકરણનું ઐતિહાસિક કામ થયું છે અને આ કામ હજુ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. સૌએ મફત રસીકરણ બદલ મોદી સરકારનો આભાર માન્યો છે. હું પણ તેમનો આભાર માનું છું.

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે એ કહ્યું પહેલાની સરકારની સરખામણીમાં અત્યારની સરકારમાં બધા જ પૈસા સીધા સરકાર સુધી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ જનધન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષમાન યોજના સહિત અનેક યોજનાઓ શરુ કરી. જનધન યોજના 2014માં શરુ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આશરે 43 કરોડ જેટલા ખાતા ખુલ્યા છે અને ગુજરાતમાં એક કરોડ જેટલા ખાતા ખોલવામાં આવ્યા છે.

તેમણે કહ્યું પ્રધાનમંત્રી મુદ્રા યોજના 2015માં શરુ થઇ અને અત્યાર સુધીમાં આશરે 30 કરોડ જેટલા લોકોને લોન મળી છે અને ગુજરાતમાં 94 લાખ જેટલા લોકોને લોન મળી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરુ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં આશરે 8 કરોડ જેટલા લોકોને મફત ગેસ સિલિન્ડર મળ્યા છે અને ગુજરાતમાં 59 લાખ લોકોને મફત ગેસ સિલિન્ડર મળ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રામદાસ આઠવલે કહ્યું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 1 કરોડ જેટલા લોકોને આવાસ મળ્યા છે અને ગુજરાતમાં 3 લાખ જેટલા લોકોને આવાસ મળ્યા છે અને શહેરી વિસ્તારમાં આશરે 50 લાખ જેટલા લોકોને અને ગુજરાતમાં 5 લાખ જેટલા લોકોને આવાસ મળ્યા છે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત અત્યાર સુધી આશરે 2 કરોડ જેટલા લોકોને ફાયદો થયો છે અને ગુજરાતમાં 24 લાખ જેટલા લોકોને તેનો ફાયદો થયો છે.

તેમણે કહ્યું આ બધી જ યોજના બધા જ નાગરિકો માટે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યનો વિકાસ અન્ય રાજ્યથી વધુ થયો છે. સરકારની અનેક યોજનાઓનો લાભ તમામ નાના લોકો સુધી પહોંચ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મંત્ર છે – સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, આ મંત્ર સમગ્ર દેશના બધા જ નાગરિકો માટે સમાન છે.

આ અગાઉ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ગુજરાત રાજ્યના સામાજિક કલ્યાણ, દિવ્યંગતા, એસ.સી. તથા ઓ.બી.સી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કેન્દ્રીય યોજનાઓના ગુજરાતમાં અમલ અંગે એક બેઠક યોજી હતી.

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">