AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓમિક્રોનના વધતા કેસ અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાનનું નિવેદન, સ્થિતિ ઉપર વૈજ્ઞાનિકોની નજર, વૈજ્ઞાનિકોના અભિગમના આધારે ભવિષ્યની રણનીતિ નક્કી થશે

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે કોરોના ક્રાઇસીસ સામે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ જ સતર્કતાથી વર્તી રહી છે. રોજ નિષ્ણાંતો સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે.

ઓમિક્રોનના વધતા કેસ અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાનનું નિવેદન, સ્થિતિ ઉપર વૈજ્ઞાનિકોની નજર, વૈજ્ઞાનિકોના અભિગમના આધારે ભવિષ્યની રણનીતિ નક્કી થશે
Mansukh Mandvia - Union Health Minister
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 3:36 PM
Share

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન (Minister of Health) મનસુખ માંડવિયા(Mansukh Mandvia)એ આજે મીડિયા સમક્ષ વધતા ઓમિક્રોનના કેસ(Omicron case), ભારતમાં વેક્સીનેશન(Vaccination)ની સ્થિતિ તેમજ દવાઓના જથ્થા સહિતના મુદ્દે નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે દેશમાં વધતા ઓમિક્રોનના કેસ અંગેની સ્થિતિ પર વૈજ્ઞાનિકો(Scientists)ની સતત નજર છે. તેમજ તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં 94 ટકાથી વધુ લોકોને પહેલો ડોઝ આપી દેવાયો છે. જે કોરોના મહામારી સામે નાગરિકોને રક્ષણ પૂરુ પાડવા મહત્વની ભૂમિકા ભજવે છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર સતર્ક

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે કોરોના ક્રાઇસીસ સામે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ જ સતર્કતાથી વર્તી રહી છે. રોજ નિષ્ણાંતો સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે. વિશ્વની અને દેશની સ્થિતિ, ટેસ્ટિંગ, વિદેશથી આવતા નાગરિકોના સર્વેલન્સ સહિતના વિષય પર સમીક્ષા થાય છે. અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં કેવી સ્થિતિ થશે તેની તૈયારીઓ પર પણ ચર્ચા કરવામાં આવે છે.

ગુજરાતમાં 94 ટકાથી વધુ લોકોને અપાયો પહેલો ડોઝ

તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં 94 ટકાથી વધુ લોકોને પહેલો ડોઝ આપી દેવાયો છે. જે કોરોના મહામારી સામે નાગરિકોને રક્ષણ પૂરુ પાડવા મહત્વની ભૂમિકા ભજવે છે. તેવી રીતે સમગ્ર દેશમાં 87 ટકા લોકોને પ્રથમ અને 57 ટકા લોકોને બંને ડોઝ અપાયા છે. આ સાથે કુલ 137 કરોડ ડોઝ સમગ્ર દેશમાં લગાવાયા છે.

સ્થિતિ પર વૈજ્ઞાનિકોની નજર

વધતા ઓમિક્રોનના કેસ અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે સ્થિતિ ઉપર વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યુ છે, વૈજ્ઞાનિકોના અભિગમના આધારે ભવિષ્યની રણનીતિ નક્કી થશે.

દવાઓનો બફર સ્ટોક

દરેક જિલ્લા મથક પર તેમજ રાજ્ય કક્ષાએ દવાઓનો બફર સ્ટોક પહેલેથી જ રહે તેના માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને આર્થિક સહયોગ આપી રહ્યુ છે. વેક્સીનેશનની કામગીરી પૂરજોશમાં થાય તે માટે હર ઘર દસ્તક અભિયાન પણ શરુ કરવામાં આવ્યો છે.

ભારત વિશ્વભરમાં સપ્લાય કરે છે વેક્સીન

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મીડિયા સાથેના સંબોધનમાં જણાવ્યુ છે કે ભારત એ ફાર્મસીઓનું હબ છે. અમેરિકામાં વપરાતી જેનેરિક દવાઓમાં 40 ટકા શેર ભારતનો છે. દુનિયામાં વપરાતી વેક્સીનમાં 64 ટકા વેક્સીન ભારતમાંથી વિશ્વના દેશોમાં સપ્લાય થાય છે. તેમણે જણાવ્યુ હતુ કે મને આશા અને અપેક્ષા કે ભવિષ્યમાં ગુજરાત અને દેશ ફાર્મા રિસર્ચ ફાર્મા પ્રોડક્શન તેમજ વેક્સીન રિસર્ચ અને વેક્સીન પ્રોડક્શનમાં વધારે પ્રગતિ કરશે.

આ પણ વાંચો : Amit Shah in Maharashtra : ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે મહારાષ્ટ્રના પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

Follow Us
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
g clip-path="url(#clip0_868_265)">