કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગુજરાત આવશે, ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાત લેશે

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અમદાવાદ આવશે. આવતીકાલે (શનિવારે) કેન્દ્રીય નાણાપ્રધાન ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટી મામલે મહત્વની ચર્ચા કરશે.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગુજરાત આવશે, ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાત લેશે
કેન્દ્રીય નાણામંત્રી (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 6:59 PM

આજે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અમદાવાદ આવશે. આવતીકાલે (શનિવારે) કેન્દ્રીય નાણાપ્રધાન ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટી મામલે મહત્વની ચર્ચા કરશે. કેન્દ્રીય નાણા વિભાગના સાત અધિકારીઓ સાથે આ મામલે ચર્ચા કરશે. ગિફ્ટ સિટીના વિકાસ સંદર્ભે કરવામાં આ બેઠકમાં ચર્ચાઓ થવાની સંભાવના છે. કેન્દ્રીય રાજ્ય કક્ષાના નાણાપ્રધાન પંકજ ચૌધરી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

બજેટ 2021-22માં ગાંધીનગર-ગિફ્ટ સિટી બાબતે જાહેરાત

નોંધનીય છેકે આ વરસે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ ભવનમાં મોદી સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું.  જોકે, કોરોના કાળમાં રજૂ કરાયેલાં આ બજેટમાં ગુજરાત માટે ખાસ ખુશખબરી હતી. નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે, ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે નવું ફિનટેક પાર્ક બનાવવામાં આવશે. જેના કારણે અંદાજે દોઢ લાખ કરતા વધારે લોકોને નોકરીની તક મળશે. આ ઉપરાંત, ગિફ્ટ સિટીના વિકાસ માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો થઇ છે. ત્યારે કેન્દ્રીય મંત્રીની ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન આ તમામ મુદ્દાઓને આવરી લેવાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

886 એકરમાં ફેલાયેલું છે ગિફ્ટ સિટી

ગાંધીનગર પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌ-પ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ અહીં 9 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. અહીં હોટેલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક એકમોનો સમાવેશ કરવામાં ​​​​​​​​​​​​​​​​​​​​​આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં તમે નળમાંથી પીવાનું પાણી લઈ શકો છો. તેનું સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડ્રી લેસ છે. અર્થાત્ એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યું નથી. જમીનના બહેતર ઉપયોગ માટે આ સિસ્ટમ અપનાવવામાં આવી છે.

અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે ગિફ્ટ સિટી

ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, યૂટીલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે. સિટીમાં 7 ટાવર કાર્યરત છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">