AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોડીનાર-તળાજા નગરપાલિકાને વિકાસકાર્યો માટે શહેરી વિકાસ યોજના હેઠળ કુલ રૂ. 6.43 કરોડની કરાઈ ફાળવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો-મહાનગરોમાં આગવી ઓળખના કામો માટે ગ્રાન્ટ-ભંડોળ આપવાનો અભિગમ અપનાવ્યો છે. આવા આગવી ઓળખના કામોમાં નગર સુખાકારી અને જનહિત કાર્યો દ્વારા જે તે નગરની આગવી વિશેષ ઓળખ ઉભી કરવાના કામો હાથ ધરાય છે.

કોડીનાર-તળાજા નગરપાલિકાને વિકાસકાર્યો માટે શહેરી વિકાસ યોજના હેઠળ કુલ રૂ. 6.43 કરોડની કરાઈ ફાળવણી
Under the urban development scheme, a total of Rs. CM's in-principle approval for allotment of Rs 6.43 crore (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 5:40 PM
Share

Gandhinagar: રાજ્યની બે નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં (Urban development plan)આગવી ઓળખના કામો માટે કુલ રૂ. ૬.૪૩ કરોડની ફાળવણીની મુખ્યમંત્રીની (CM) સૈદ્ધાંતિક મંજૂરી, (Theoretical approval)કોડીનારમાં શિંગોડા નદી પર રિવરફ્રન્ટના કામો માટે રૂ. ૩.રપ કરોડ , તળાજામાં આધુનિક ટાઉનહોલ નિર્માણ માટે રૂ. ૩.૧૮ કરોડ

૨૦૨૧-૨૨ના વર્ષમાં રાજ્યની ૮ નગરપાલિકાઓને રૂ. ૧૬ કરોડ ૯૪ લાખના આગવી ઓળખના કામો માટેની સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો-મહાનગરોમાં આગવી ઓળખના કામો માટે ગ્રાન્ટ-ભંડોળ આપવાનો અભિગમ અપનાવ્યો છે. આવા આગવી ઓળખના કામોમાં નગર સુખાકારી અને જનહિત કાર્યો દ્વારા જે તે નગરની આગવી વિશેષ ઓળખ ઉભી કરવાના કામો હાથ ધરાય છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્ય સરકાર નગરો-મહાનગરોમાં આગવી ઓળખના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે રકમ ફાળવે છે. ભૂપેન્દ્ર પટેલે આવા આગવી ઓળખના કામો અન્વયે કોડીનાર નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી શિંગોડા નદી પર રિવરફ્રન્ટના કામ માટેની રૂ. ૩ કરોડ રપ લાખની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

ભૂપેન્દ્ર પટેલે આ કામો અંગેના રજૂ થયેલા ફિઝીબીલીટી રિપોર્ટ અને ગેપ એનાલીસીસ સ્ટડી રિપોર્ટ તેમજ જનરલ રિપોર્ટના અનુસંધાને આ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ કોડીનાર નગરપાલિકા ઉપરાંત તળાજા નગરપાલિકામાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામોમાં આધુનિક ટાઉનહોલના નિર્માણ માટે રૂ. ૩ કરોડ ૧૮ લાખના કામોની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આમ, રાજ્યની વધુ બે નગરપાલિકાઓ કોડીનાર અને તળાજામાં કુલ ૬.૪૩ કરોડ રૂપિયાના કામોની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે મંજૂરી આપવામાં આવી છે. ૨૦૨૧-૨૨ના વર્ષમાં અત્યાર સુધીમાં રાજ્યની ૮ નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે કુલ રૂ. ૧૬.૯૪ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ છે.

આ પણ વાંચો : Bhavnagar : માધવ કોપરના ચેરમેન નિલેશ પટેલની એટીએસએ ધરપકડ કરી, 762 કરોડના જીએસટી કૌભાંડમાં હતા ફરાર

આ પણ વાંચો : Zaghadiya: અકસ્માતમાં 3 મોતની ઘટનામાં મનસુખ વસાવાનો વધુ એક વીડિયો સામે આવ્યો, તેણે કહ્યું મને પણ રેતી માફિયાથી ભય છે

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
g clip-path="url(#clip0_868_265)">