SURAT: ઉત્તરાયણના રોજ ઓવર બ્રિજ પર ટુ વ્હીલર લઈને નીકળી શકાશે નહીં, જાણો શું છે કારણ?

જે ટુ- વ્હીલર ચાલકોએ આગળની સાઈડ સેફટી ગાર્ડ લગાવેલુ હશે તેવા ચાલકોને પ્રતિબંધમાંથી મુક્તિ મળશે. બાકીના લોકોએ બ્રિજની નીચેના રસ્તા પરથી જવું પડશે.

SURAT:  ઉત્તરાયણના રોજ ઓવર બ્રિજ પર ટુ વ્હીલર લઈને નીકળી શકાશે નહીં, જાણો શું છે કારણ?
file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 6:27 PM

ઉત્તરાયણ (Uttarayan) નો તહેવાર આવી રહ્યો છે અને તેને કારણે પતંગ (kite) રસિકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કેટલાય લોકોએ અત્યારથી જ ઉતરાયણની તૈયારીઓ શરુ કરી દીધી છે. જોકે સુરત પોલીસ કમિશ્નર (Surat Police Commissioner) દ્વારા ઉતરાયણના તહેવારને ધ્યાને રાખીને એક જાહેરનામું (notification) બહાર પાડવામાં આવ્યું છે.

ઉત્તરાયણની ઉજવણી માટે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ચાઈનીઝ દોરી તથા ચાઈનીઝ તુક્કલ વેચવા કે ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ (ban) લગાવી દેવામાં આવ્યો છે. તથા ડંડા કે લાકડી વડે પતંગ લૂંટવા પર તેમજ ધાબે જોખમી રીતે પતંગ ચગાવી બેદરકારીથી પતંગ ચગાવવા પર તથા જાહેર રોડ પર પતંગ ચગાવવા કે લૂંટવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મોટા મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડી ઘર્ષણ ઉભું કરવા તથા ધાબા પર મહેમાનો કે ભીડ ભેગી કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથે સાથે શહેરના તમામ ફલાઈ ઓવર બ્રિજ પરથી બંને સાઈડના ટુ વ્હીલર અને અન્ય ખુલ્લાં વાહનોની આવર જવર માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તા- 14-01-2022 થી રાત્રીના 15-01-2022 સુધી અવર – જવર પર પ્રતિબંધ, પ્રતિબંધિત સમય દરમિયાન ટુ- વ્હીલર વાહન તાલકો નદી ઉપરના બ્રિજ નીચેના રસ્તેથી અવર- જવર કરી શકશે, તેમજ જે ટુ- વ્હીલક ચાલકોએ આગળની સાઈડ સેફટી ગાર્ડ લગાવેલુ હશે તેવા ચાલકો માટે પ્રતિબંધિત માંથી મુક્તિ મળશે. તેમજ જાહેરમાનાનું ઉલ્લઘંન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

અમદાવાદમાં(Ahmedabad)ઉત્તરાયણ(Uttarayan ) પર્વને પગલે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું(Notification) બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે જો નાગરિકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ડ્રોનથી નજર રાખવામાં આવશે. ધાબા પર જો ભીડ એકઠી થશે તો પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે અને જાહેરનામાનો ભંગ કરાતા કાર્યવાહી પણ થશે. આ સાથે ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટુક્કલ ઉપર પણ પ્રતિબંધ છે… ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ કરતા લોકો ઝડપાયા તો પોલીસ દ્વારા કાર્યવાહી થશે..ધાર્મિક લાગણી દુભાય તેવા સ્લોગન પતંગ પર લખી શકાશે નહીં.

આ પણ વાંચોઃ Surat : કેમિકલ ગેસ લીક કેસમાં ક્રાઇમ બ્રાંચે મુંબઈની કંપનીના ત્રણ અધિકારીઓની ધરપકડ કરી

આ પણ વાંચોઃ Surat: પતંગ રસિક અજય રાણાએ જાગૃતિ ફેલાવવા બનાવી અનોખી પતંગ, ‘ઓમિક્રોન’ અને ‘STOP રેપ’ થીમ પર બનાવી પતંગો

g clip-path="url(#clip0_868_265)">