Tv9 Exclusive: DyCM નીતિન પટેલે કહ્યું ‘રસીના બે ડોઝ લેવા જરૂરી, 45 દિવસ બાદ અસર થશે’

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે (DyCM Nitin Patel) ટીવી9 સાથેના Exclusive ઈન્ટરવ્યૂમાં કોરોના રસીકરણના પ્રથમ તબક્કા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.

| Updated on: Jan 15, 2021 | 7:51 PM

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે (DyCM Nitin Patel) ટીવી9 સાથેના Exclusive ઈન્ટરવ્યૂમાં કોરોના રસીકરણના પ્રથમ તબક્કા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે વર્ષ 2020 કોરોનાના પગલે પડકારો ભર્યું વર્ષ રહ્યું હતું તેમજ વર્ષ 2021 હવે આશાવાદી વર્ષ છે. તેમજ વર્ષ 2021માં બે ભારતીય કંપનીઓએ કોરોના વેક્સિન બનાવી લીધી છે. તેમજ તેના તમામ ટેસ્ટિંગ પણ પાસ કરી લીધા છે. જેના લીધે લોકોમાં હવે આ વેક્સિનને લઈને મોટાભાગની આશંકાઓ પણ દૂર થઈ ચૂકી છે.

 

 

 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રથમ લોકોને વેક્સિન આપવાના મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે સામાન્ય લોકોને એક એવી માન્યતા હોય છે રાજકારણીઓ તમામ કામ પોતાના ફાયદા માટે કરતાં હોય છે. તેમજ છેલ્લી બેઠકમાં પણ વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે આપણે બધા અને ધારાસભ્યો તથા ચૂંટાયેલા લોકો કોરોના વેક્સિન પાછળથી લઈશું, કારણ કે આપણે તમામ કામ નાગરિકો માટે કરીએ છીએ, તે સાબિત પણ કરવું  પડશે. તેથી  સિટીઝન ફર્સ્ટના કોન્સેપ્ટ સાથે અમે કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કસને પ્રથમ કોરોના વેક્સિન આપવાની પ્રાથમિકતા આપી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કોરોના વેક્સિન લઈને લોકોમાં અમારે મતે કોઈ શંકા નથી. તેમજ અમને લોકો કોરોના વેક્સિન ક્યારે મળશે તે અંગે પૃચ્છા કરે છે. નીતિન પટેલે વિપક્ષ કોંગ્રેસના વેક્સિનનો યશ ખાટવાના આક્ષેપ વખોડતા કહ્યું કે જે સમયે જે વસ્તુ બની છે તેનો યશ ચોક્કસ લેવાવો જોઈએ. અમે  ભૂતકાળમાં કોઈ રાજકીય પક્ષને તેમ કરતાં રોકયો નથી. તેમજ રાજકીય પક્ષોએ સારા કાર્યોનો યશ  લેવો જોઈએ. તેમને વધુમાં કહ્યું કોરોના અંગે લોકોમાં હજુ પણ જાગૃતિ ફેલાવવાની જરૂર છે. તેમજ આ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ એ વ્યક્તિએ 29માં દિવસે પણ બીજો ડોજ લેવા આવવાનો છે. તેમજ વેક્સિન લીધાના 45 દિવસ બાદ તેની અસર શરૂ થવાની છે.

 

તેથી આ સમયગાળા દરમ્યાન લોકોએ  માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની સાવચેતી રાખવાની જરૂર છે. તેમજ સમગ્ર દેશના લોકોનું રસીકરણ થયાના એકાદ મહિના બાદ જો કેસ ના આવે તો કોરોનાથી મુક્ત થઈ શકાય તેમ લાગી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના રસીકરણ અભિયાન પૂર્વે ટીવી નાઈનના ઈન્ટરવ્યૂના માધ્યમથી હાથ ધરેલા જનજાગૃતિ અભિયાનને બિરદાવ્યું હતું અને ચેનલનો આભાર પર માન્યો હતો.

 

આ પણ વાંચો: TV9 Exclusive: રાજ્યમાં આવતીકાલથી 161 સેન્ટર પરથી 4,33,000 લોકોને કોરોના વેક્સિન અપાશે: DyCM નીતિન પટેલ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">