AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News : ગુજરાતમાં મોસમનો કુલ 81.34 ટકા વરસાદ, સરેરાશ 98 ટકા વિસ્તારમાં વાવેતર કરાયું

ગુજરાતમાં સારો વરસાદ પડતાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર અત્યાર સુધીમાં થયેલ છે.

Good News : ગુજરાતમાં મોસમનો કુલ 81.34  ટકા વરસાદ, સરેરાશ 98 ટકા વિસ્તારમાં વાવેતર કરાયું
Total 81.34 Percent rainfall of Gujarat season, average 98 Percent area was planted (File Photo )
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 3:11 PM
Share

ગુજરાતમાં(Gujarat)હજુ પણ આ મહિનો પૂર્ણ થાય તે પૂર્વે વધુ વરસાદની(Rain)આગાહી કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધી રાજ્યના મોસમનો કુલ 81.34 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ ઓગસ્ટ મહિના અંત સુધી રાજ્યમાં વરસાદની 49 ટકા જેટલી ઘટ હતી. જે આ 25 દિવસમાં ઘટીને હવે માત્ર 19 ટકા જેટલી જ રહી છે.

આ ઉપરાંત જો આપણે રાજ્યના પડેલા 81. 34 ટકા વરસાદની ઝોન વાઇસ સ્થિતિ જોઇએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 97.70 , ઉત્તર ગુજરાતમાં 65.12 ટકા, મધ્ય ગુજરાત 73. 28 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 81. 34 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં સારો વરસાદ પડતાં કૃષિ વિભાગ(Agricultural)દ્વારા જણાવાયુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર અત્યાર સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 85.83 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 98 ટકા વાવેતર થયેલ છે.

આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જણાવાયુ છે કે,સરદાર સરોવર જળાશયમાં હાલ 186731 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, રાજયના 207 જળાશયોમાં 418556 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 75.09 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય, એલર્ટ ૫ર કુલ- 12 જળાશય તેમજ વોર્નીગ ૫ર-13 જળાશય છે.

નર્મદા અને કલ્પર વિભાગના રિપોર્ટ પ્રમાણે 207 ડેમમાં અત્યારે 70.67 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે 141 ડેમમાંથી 50 ડેમ સંપૂર્ણ છલકાઇ ગયા છે. 141 ડેમમાં હાલ 78.65 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતના 13માંથી 3 ડેમ ઓવરફ્લો થયા છે.

દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં કુલ 92.44 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમની વાત કરીએ તો અહીં 57.41 ટકા પાણીનો સંગ્રહ થયો છે.. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માત્ર 32.18 ટકા જ પાણી છે. જ્યારે કચ્છના 20 ડેમોમાં 27.20 ડેમોમાં 27.20 ટકા પાણી છે.

આ સિવાય 99 ડેમો એવા છે, જ્યાં 70 ટકા કરતા ઓછું પાણી છે, જ્યાં કોઇ ચેતવણી અપાઇ નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ડેમો છલકાયા છે. ગુજરાતના કુલ 207 ડેમ પૈકી 56 ડેમ ઓવરફ્લો થયા છે.

આ પણ  વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીએ પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

આ પણ વાંચો : સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અનેક ડેમ ભરાયા, પાણીની કટોકટી ભૂતકાળ બની : વિજય રૂપાણી

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">