આજનું હવામાન : અમદાવાદમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ સાત દિવસ સુધી ભારે વરસાદ યથાવત્ રહી શકે છે. જો કે આ વખત સૌરાષ્ટ્રની સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે. આગામી પાંચ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં પાંચ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં હજુ પણ સાત દિવસ સુધી ભારે વરસાદ યથાવત્ રહી શકે છે. જો કે આ વખત સૌરાષ્ટ્રની સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે. આગામી પાંચ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં પાંચ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.
7 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં સારામાં સારા વરસાદની જ આગાહી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારેની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં 24 કલાક ધોધમારના એંધાણ છે. જ્યારે કાંઠા વિસ્તારોમાં 40 થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠે બંદરો પર 3 નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે. એટલે પવન ખુબ જ ઝડપથી ફુંકાશે.
આજે સાર્વત્રિક વરસાદની આગાહી
25 તારીખ એટલે કે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદી જમાવટની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની શક્યતા સેવાઈ રહી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમારની શક્યતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાએ યલો એલર્ટ જાહેર કરાયું છે.
ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે..હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે 26 ઓગસ્ટથી વધુ એક સિસ્ટમ સક્રિય બનશે. જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારેની શક્યતા છે. રાજ્યની અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના અનેક વિસ્તારોમાં. ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મહીસાગર, પંચમહાલમાં પણ ધોધમારના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા સેવાઈ રહી છે.
બંગાળની ખાડીમાં આવતી સોમવારે એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આગળ જતાં એ લૉ-પ્રેશર એરિયા બની રહ્યો છે.વિવિધ હવામાન મૉડલોએ કરેલી આગાહી અનુસાર, આ લૉ-પ્રેશર એરિયા મજબૂત થઈને મધ્ય પ્રદેશ તરફ આગળ વધી શકે છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. હવામાન વિભાગ અનુસાર 29 ઑગસ્ટ સુધી ગુજરાતમાં છૂટોછવાયો ભારે વરસાદ શરૂ રહે તેવી આગાહી છે. તેના કારણે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે ત્યાં પણ વરસાદ પડી શકે તેવી શક્યતા છે. અત્યાર સુધી ગુજરાતમાં 81 ટકા વરસાદ વરસી ગયો છે અને હજુ પણ આગામી દિવસો ખુબ જ ભારે છે. જેથી આવી રીતે મુશળધાર મહેર યથાવત્ રહેશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
