AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મા, માતૃભાષા અને માતૃભૂમિ ત્રણ જીવનશક્તિના મૂળ સ્ત્રોત, વિશ્વ માતૃભાષા દિવસ પર જાણો શા માટે 21 ફેબ્રુઆરીએ જ થાય છે ઉજવણી

આપણું ઘર પરિવાર જ ખરા અર્થમાં માતૃભાષાનો જીર્ણોદ્ધાર કરી શકવા સમર્થ છે. વિશ્વ માતૃભાષાની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો છે.

મા, માતૃભાષા અને માતૃભૂમિ ત્રણ જીવનશક્તિના મૂળ સ્ત્રોત, વિશ્વ માતૃભાષા દિવસ પર જાણો શા માટે 21 ફેબ્રુઆરીએ જ થાય છે ઉજવણી
world mother language day (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 1:35 PM
Share

આજે વિશ્વ માતૃભાષા દિવસ (World Mother Language Day) છે. વિશ્વ માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરી (21 February)એ ઊજવવામાં આવે છે.  માતૃભાષાનું ઉદગમ સ્થાન આપણું ઘર પરિવાર જ હોય છે. જેથી આપણું ઘર પરિવાર જ ખરા અર્થમાં માતૃભાષાનો જીર્ણોદ્ધાર કરી શકવા સમર્થ છે. વિશ્વ માતૃભાષાની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભાષા (Language) અને સંસ્કૃતિ (Culture) ની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને સૌને વિશ્વ માૃતભાષા દિવસની શુભકામના પાઠવી છે. તેમણે લખ્યુ છે કે માં, માતૃભાષા અને માતૃભૂમિ – આ ત્રણ જીવનશક્તિના મૂળ સ્ત્રોત છે.

યુનેસ્કોએ વિવિધ દેશોમાં 7000થી વધુ ભાષાઓને ઓળખી કાઢી છે, જેનો ઉપયોગ (વાંચવા, લખવા અને બોલવા) માટે થતો હોવાનું જણાવ્યું છે. યુનેસ્કોએ નવેમ્બર, 1999એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઊજવવાનો નિર્ણય કર્યો,ત્યારથી લઈને દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે. 21 ફેબ્રુઆરીએ દેશની ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા માટે માતૃભાષા દિવસની ઉજવણી કરાય છે.

21 ફેબ્રુઆરીએ કેમ ઉજવણી?

ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ કરી હતી. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી હતી, પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો, છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો.

આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999એ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઊજવાવા લાગ્યો.

હિન્દી વિશ્વની ત્રીજી સૌથી બોલાતી ભાષા

વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના 22મા સંસ્કરણ ઇથોનોલોજ મુજબ વિશ્વભરની 20 સૌથી બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. વિશ્વભરમાં 61.5 કરોડ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. હિન્દી પછી બંગાળી વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે.

વિશ્વભરમાં 26.5 કરોડ લોકો બંગાળી ભાષાનો પ્રયોગ કરે છે. 17 કરોડ લોકોની સાથે 11મા ક્રમો ઉર્દૂનું સ્થાન છે. 9.5 કરોડ લોકોની સાથે 15મા સ્થાને મરાઠી છે. 9.3 કરોડની સાથે 16મા ક્રમે તેલુગુ અને 8.1 કરોડ લોકોની સાથે 19મા ક્રમે તમિળ ભાષા આવે છે.

21 ફેબ્રુઆરી વિશ્વભરમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. પણ એક કડવું સત્ય એ પણ છે કે, માતૃભાષાનું ચલણ નામશેષ થઈ રહ્યું છે. જેના પાછળ આપણું ઘર પરિવાર જ જવાબદાર છે. જો આપણે એવો આગ્રહ રાખીએ કે આપણું સંતાન માતૃભાષા શીખે તો દુનિયાની કોઈ તાકાત તમને એમ કરતાં રોકી શકે એમ નથી અને આપણો ભારત દેશ તો એ બધી જ ભાષા માટે ખરા અર્થમાં મુક્ત છે પણ આપણે જ એને કોઈ એક કહેવાતી વિદેશી ભાષાના કેદમાં મરવા માટે છોડી દીધી છે.

Ahmedabad: આફ્રિકન યુવક-યુવતીના પેટમાંથી નીકળેલી કેપ્સ્યુલમાં મળ્યુ 1.8 કિલો હેરોઇન, જાણો કેવી રીતે આ ઓપરેશન પાર પડાયુ

આ પણ વાંચો-

Ahmedabad: ગુજરાત હાઈકોર્ટમાં આજથી ઓફલાઇન સુનાવણી શરૂ, વકીલોમાં ખુશીની લાગણી

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">