Ahmedabad: આફ્રિકન યુવક-યુવતીના પેટમાંથી નીકળેલી કેપ્સ્યુલમાં મળ્યુ 1.8 કિલો હેરોઇન, જાણો કેવી રીતે આ ઓપરેશન પાર પડાયુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 9:56 AM

આરોપીઓ પોતાની ગુનાખોરીના કામોને અંજામ આપવા માટે નવી નવી યુક્તિઓ અપનાવતા હોય છે. સાઉથ આફ્રિકાથી એક યુવક અને એક યુવતી આવી જ એક યુક્તિ અપનાવી અમદાવાદ આવ્યા હતા. જો કે તેમને કેન્દ્ર સરકારના ડાયરેક્ટોરેટ ઓેફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગે પકડી લીધા હતા.

દક્ષિણ આફ્રિકા (South Africa)ના યુગાન્ડાથી અમદાવાદ (Ahmedabad) આવેલા યુવક-યુવતીના શરીરમાંથી કાઢેલી 165 કેપ્સ્યૂલ (Capsules)માં 1.8 કિલો હેરોઇન મળ્યું છે. સીટી સ્કેનમાં બંનેના પેટમાં કેપ્સ્યૂલ દેખાઈ હતી. જેને સોલા સિવિલમાં એનિમા આપીને કાઢી લેવાઈ હતી.

આરોપીઓ પોતાની ગુનાખોરીના કામોને અંજામ આપવા માટે નવી નવી યુક્તિઓ અપનાવતા હોય છે. સાઉથ આફ્રિકા થી એક યુવક અને એક યુવતી આવી જ એક યુક્તિ અપનાવી અમદાવાદ આવ્યા હતા. જો કે તેમને કેન્દ્ર સરકારના ડાયરેક્ટોરેટ ઓેફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગે પકડી લીધા હતા. આ યુવક-યુવતીના પેટમાંથી 135 શંકાસ્પદ ડ્રગ્સની કેપ્સ્યૂલ (suspected drugs Capsules ) કાઢવામાં આવી હતી.

સીટી સ્કેનમાં દેખાઇ હતી શંકાસ્પદ કેપ્સ્યૂલ

કેન્દ્ર સરકારના ડાયરેક્ટોરેટ ઓેફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગને બાતમી મળી હતી કે સાઉથ આફ્રિકામાંથી આવેલા યુવક-યુવતીના પેટમાં ડ્રગ્સની કેપ્સ્યુલ છે. જે બાદ ત્રણ દિવસ પહેલા સાઉથ આફ્રિકાથી અમદાવાદ આવેલા યુવક યુવતીની તેમણે ધરપકડ કરી હતી. આ યુવક-યુવતીને સોલા સિવિલમાં દાખલ કરાયા હતા.

તબીબો દ્વારા પહેલાં યુવક યુવતીના એક્સરે અને બાદમાં સીટી સ્કેન કરાયા હતા. જેમાં શંકાસ્પદ કેપ્સ્યુલ દેખાઇ હતી. બંનેને એનિમા આપીને 135 શંકાસ્પદ ડ્રગ્સની કેપ્સ્યૂલ કાઢવામાં આવી હતી. બન્ને યુગાન્ડાના નાગરિકોના શરીરમાંથી 165 જેટલી કેપ્સ્યૂલમાંથી 1.811 કિલો હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. બંનેની NDPS એક્ટ 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

પેટમાંથી નીકળેલી કેપ્સ્યુલની લંબાઇ 2 ઇંચ

સોલા સિવિલમાં કરાયેલી કાર્યવાહીમાં યુવકના પેટમાંથી 86 અને યુવતીના પેટમાં 50 કેપ્સ્યુલ કાઢવામાં આવી છે. બંનેના પેટમાંથી નીકળેલી કેપ્સ્યુલની લંબાઇ 2 ઇંચ હતી.

આ પણ વાંચો-

Ahmedabad: સંધિવાની બીમારીથી પીડિત દર્દીઓને હવે કાપ કૂપ વિના મળી શકશે સારવાર, જાણો અનોખી પદ્ધતિ વિશે

આ પણ વાંચો-

Kutch: કેબલ ચોરી કરતા 2 આરોપીઓને પોલીસે ઝડપ્યા, પુછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, જાણો કેમ કરતા હતા કેબલની ચોરી

g clip-path="url(#clip0_868_265)">