રાજકોટમાં એસ.ટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ,ચાર લોકોનાં મોત
રાજકોટમાં એસ.ટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત થયા છે.

file photo
રાજકોટમાં એસ.ટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે.જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત થયા છે અને બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
કાલાવડ હાઇ વે પર કાર અને એસયટી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં મુત્યુઆંક વધીને ચાર થયો છે.ઈજાગ્રસ્ત થયેલા વધુ એક વિદ્યાર્થીનું મોત થયું છે.અત્યાર સુધીમાં થયા ચાર લોકોના અકસ્માતમાં મોત થયા છે.મૃતક તમામ પારૂલ હોમિયોપેથીક કોલેજના( Parul Homeopathic College) વિધાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે,પારૂલ હોમિયોપેથીક કોલેજની ટીમ ખિરસરા આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગઇ હતી.તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો.