જિમ અને યોગા કરવાનો આવે છે કંટાળો ? તો વજન ઘટાડવા આ એક્સરસાઇઝ કરશે તમને મદદ
ડાન્સ એ બેસ્ટ એક્સરસાઇઝ એટલે માનવામાં આવે છે. એનાથી તમારું વજન ઘટે છે અને તમે તનાવમુક્ત રહો છો. જો તમારું વજન વધારે હોય અને તમને જીમમાં જવાનું કે યોગા કરવાનું ન ગમતું હોય તો તમે ડાન્સનો વિકલ્પ પસંદ કરી શકો છો. એક રિસર્ચ અનુસાર જે લોકો નાની ઉંમરથી ડાન્સ કરે છે એમનું વજન વધતું નથી […]

ડાન્સ એ બેસ્ટ એક્સરસાઇઝ એટલે માનવામાં આવે છે. એનાથી તમારું વજન ઘટે છે અને તમે તનાવમુક્ત રહો છો. જો તમારું વજન વધારે હોય અને તમને જીમમાં જવાનું કે યોગા કરવાનું ન ગમતું હોય તો તમે ડાન્સનો વિકલ્પ પસંદ કરી શકો છો. એક રિસર્ચ અનુસાર જે લોકો નાની ઉંમરથી ડાન્સ કરે છે એમનું વજન વધતું નથી અને તણાવ જેવી સમસ્યાની શકયતા પણ રહેતી નથી. કોઈપણ પ્રકારના ડાન્સ ફોર્મ કરનાર અન્ય લોકોની સરખામણીમાં વધારે ખુશમિજાજ રહે છે. એટલે જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો ડાન્સ કરો. સાલસા, હિપ હોપ, બેલી ડાન્સ અને ફ્રી સ્ટાઇલ જેવા ઘણા ડાન્સ છે જે કરવાથી તમારી કેલરી બર્ન કરી શકાય અને તમે તરોતાજા અને સ્ફૂર્તિવાન રહી શકો છો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કેલરીઝ કઈ રીતે બર્ન કરશો ?
ભાંગડા : પંજાબી ઢોલ વાગતા જ પગ આપોઆપ થિરકવા માંડે છે. એ ઘણા જોશ સાથે કરવામાં આવે છે. એ ડાન્સમાં શરીરના બધા ભાગો કસરત કરવા માંડે છે. ભાંગડા કરવાથી લગભગ 60 મિનિટમાં 500 કેલરી બર્ન કરી શકાય છે.

સાલસા: આ ડાન્સથી 60 મિનિટમાં લગભગ 400 કેલરીઝ બર્ન કરી શકાય છે. અલગ અલગ વજનવાળા લોકોમાં કેલરી બર્ન થવાની માત્રા પણ અલગ અલગ હોય છે.

હિપ હોપ : હિપહોપ કરતી વખતે બોડીના બધા પાર્ટ અને મસલ્સની મુવમેન્ટ થાય છે. હાથપગ, કમર, પીઠ બધાની યોગ્ય એક્સરસાઇઝ થાય છે. 60 મિનિટ હિપહોપ કરવાથી 370 કેલરીઝ બર્ન કરી શકાય છે.

બેલી ડાન્સ : ઘણા બધા અને અલગ અલગ મુવમેન્ટવાળા આ ડાન્સ દ્વારા એક કલાકમાં 380 થી 450 કેલરીઝ બર્ન કરી વજન ઘટાડી શકાય છે. આ ડાન્સથી શરીરમાં ફ્લેકસીબીલીટી અને પગના મસલ્સ સ્ટ્રોંગ બને છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
બ્રેક ડાન્સ : બધાના ફેવરીટ આ ડાન્સ મુવમેન્ટથી એક કલાકમાં 400 થી 650 કેલરીઝ બર્ન કરી શકાય છે.

ફોક ડાન્સ : આ ડાન્સ આરામથી કરવાથી 250 થી 300 કેલરીઝ અને ફાસ્ટ મુવમેન્ટથી 300 થી 400 કેલરીઝ બર્ન કરી શકાય છે. નવરાત્રીમાં ગરબા જેવા ડાન્સ કરવાથી આખા શરીરને કસરત મળે છે. સાથે જ આધ્યાત્મિક રીતે પણ જોડાવાથી મન પણ એકાગ્ર બને છે.

ટેપ ડાન્સ : આ ડાન્સ શૂઝના થપથપાટ સાથે થાય છે. આ ડાન્સ કરવા માટે હાઈ હિલ્સવાળા શૂઝ પહેરવામાં આવે છે. આ ડાન્સથી 350 કેલરીઝ તો બર્ન થાય છે સાથે જ હાડકા પણ મજબૂત થાય છે.

ટિપ્સ અને ફાયદા :
1. મનપસંદ ગીત પસંદ કરી એના પર ડાન્સ કરો. સાલસા અને બેલી ડાન્સ કરવાથી કમરની આસપાસની વધારાની ચરબી નાશ પામે છે. 2. હિપહોપ અને સાલસા કરવાથી શરીરની વધારાની કેલરી બર્ન થાય છે. 3. એરોબિક્સ પણ એક પ્રકારનો ડાન્સ જ છે, તેના જુદા જુદા સ્ટેપ્સથી શરીરમાં જામેલી ચરબી સહેલાઈથી ઘટાડી શકાય છે. 4. બ્લડ સર્ક્યુલેશન ઝડપથી થાય છે. દરરોજ જો 30 મિનિટ ડાન્સ કરો તો એક મહિનામાં પાંચ-સાત કિલો વજન ઘટાડી શકાય છે. 5. ડાન્સથી તમે મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ બનો છો અને શરીરમાં લચીલાપણું આવશે. 6. ડાન્સથી પરસેવો થાય છે એટલે સ્ટ્રેસ હોર્મોન્સ ઘટે છે, અને આનંદ આપનાર હોર્મોન્સ રિલીઝ થાય છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)