ANKLESHWAR : ચાલુ વર્ષે કેરીની મિઠાશ માણવા લાંબો ઇંતેજાર કરવો પડશે, ધુમ્મ્સ અને ઝાકળનાં કારણે આંબાવાડીઓનો મોટાભાગનો મોર ખરી ગયો

|

Feb 09, 2022 | 6:45 AM

ધરતીનો તાત ચિંતાતુર બન્યો છે. ખેડૂતો અનુસાર વહેલી સવારે ઝાકળ અને ધુમ્મ્સની સ્થિતિ યથાવત રહી તો હોળીની પૂજા માટે પણ કેરી મળવી મુશ્કેલ બનશે.

ANKLESHWAR : ચાલુ વર્ષે કેરીની મિઠાશ માણવા લાંબો ઇંતેજાર કરવો પડશે, ધુમ્મ્સ અને ઝાકળનાં કારણે આંબાવાડીઓનો મોટાભાગનો મોર ખરી ગયો
પ્રતિકૂળ વાતાવરણના કારણે આંબાવાડીઓને નુકસાન

Follow us on

છેલ્લા કેટલાક દિવસથી સવારના સમયે વાતાવરણમાં ધુમ્મ્સ(Fog) જોવા મળે છે. વહેલી સવારે ફુલગુલાબી ઠંડીના અહેસાસ વચ્ચે ગાઢ ધુમ્મ્સના કારણે એક તરફ વિઝિબ્લિટી(visibility)ની સમસ્યાઓ ઉભી થાય છે તો બીજી તરફ ધરતીનો તાત ચિંતાતુર બન્યો છે. ખેડૂતો અનુસાર વહેલી સવારે ઝાકળ(Mist) અને ધુમ્મ્સ(Fog)ની સ્થિતિ યથાવત રહી તો હોળીની પૂજા માટે પણ કેરી(Mango) મળવી મુશ્કેલ બનશે.

અંકલેશ્વર(Ankleshwar) તાલુકાનો નર્મદા કાંઠાનો વિસ્તાર આંબાવાડી(Mango Farm) માટે જાણીતો છે. આંબાવાડીના મલિક અને ખેડૂત જમિયત પટેલ પોતાની આંબાવાડીને લઈ ચિંતિત બન્યા છે. આંબાઓ(Mango Tree) ઉપર ફૂગની બીમારી(fungus attack) નજરે પડી રહી છે અને મોર(Mango blooms) વિકાસના આગળ તબક્કામાં પ્રવેશવાના સ્થાને બળી જઈ રહ્યો છે. આ સ્થિતિમાં ઉત્પાદન ક્યારે મળશે ? અને મળશે કે કેમ? તેવા પ્રશ્નો ઉભા થયા છે. આખું વર્ષ આંબાના વૃક્ષની માવજત ખેડૂત એ આશાએ કરે છે કે ઉનાળાની શરૂઆત સાથે આંબા તેને સારી ગુણવત્તાની કેરીનું ઉત્પાદન આપશે પરંતુ આ સામે મોર ન ટકવાના કારણે ધરતીના તાતનાં લલાટે ચિંતાની લકીરો ખેંચાઇ છે.

ખેડૂત જમિયત પટેલ જણાવી રહ્યં છે કે પહેલા બેવડી ઋતુ અને હવે ધુમ્મ્સથી મોર ખરી જાય છે અમે દવા પણ છાંટી પરંતુ જોઈએ તેવું પરિણામ મળ્યું નથી. ઉત્પાદન માટે ચિંતા થઇ રહી છે. આંબા પર મોર ટકે નહિ ત્યાં સુધી આંબા પર કેરી લાગશે નહિ  અને સીઝન લેટ જશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ખેતી નિષ્ણાંતો અનુસાર બગડેલી પરિસ્થિતિ પાછળ બે બાબતો કારણભૂત માનવામાં આવી રહી છે. એક વહેલી સવારે ધુમ્મ્સ અને ઝાકળ પડી રહ્યું છે. વાતાવરણનો આ તબક્કો આંબાના મોરમાં ફૂગની બીમારી લગાડે છે જેના કારણે મોર બિક્સના આગળના તબક્કામાં પ્રવેશવાના સ્થાને પોષણ ગુમાવી ખરી જાય છે. બીજી સમસ્યા રાતે ઠંડી અને દિવસે અસહ્ય ગરમીના અહેસાસની રહેતી હોય છે. આ બેવડી ઋતુ આંબાને માફક આવતી નથી. આજ પરિસ્થિતિ રહી તો કેરીની મીઠાશ માનવ લાંબો ઇંતેજાર કરવો પડી શકે છે.

ખેતી નિષ્ણાંત નિર્મળસિંહ યાદવ એ જણાવ્યું હતું કે ધુમ્મ્સ અને ઝાકળના કારણે ફૂગની સમસ્યા નજરે પડે છે જેના કારણે કેરીનું ફળ લાગવાની પ્રક્રિયા આગળ વધતી નથી. ફ્લાવરિંગ પણ ખુબ લેટ છે દક્ષિણ ગુજરાતમા જેથી ઉત્પાદન મોડું આવશે તેમ લાગી રહ્યું છે.

ખેડૂતો મોરને બચાવવા માટે દવાઓના છંટકાવ સહિતના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ધરી સફળતા મળી રહી નથી. બીજી તરફ આંબામાં ફ્લાવરિંગ મોડું આવાની પણ દક્ષિણ ગુજરાતમાં સમસ્યા નજરે પડી છે. આ જોતા ચાલુ વર્ષે કેરીની મીઠાશ માણવા માટે માર્ચના સ્થાને એપ્રિલ સુધી ઇંતેજાર કરવો પડે તો નવાઈ નહિ.

 

આ પણ વાંચો : BHARUCH : ભરૂચ જિલ્લાની આજની આ 5 મુખ્ય ખબરો તમારી જાણમાં છે?

 

આ પણ વાંચો :  Bharuch: કતલખાને લઈ જવાતા 50 મુંગા પશુઓને બચાવ્યા બાદ તેમની હાલત થઈ વધુ દયનીય, જાણો તેમની સાથે શું થયુ

Next Article