Ankleshwar : ફાર્મા કંપનીમાં ફ્લેશ ફાયરની ઘટનામાં 5 કામદાર દાઝયાં, સારવાર દરમ્યાન બે નાં મોત નિપજ્યા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ફાર્મ કંપનીમાં રીએક્ટરમાં ભડકો થતા ૫ કામદાર ગંભરીતે દાઝી ગયા હતા જે પૈકી ૨ના સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે
Bharuch : અંકલેશ્વર જીઆઇડીસી(Ankleshwar GIDC)માં આવેલી ફાર્મા કંપની(pharma company)માં રીએક્ટરમાં ભડકો(Fire in Reactor) થતા 5 કામદાર ગંભરીતે દાઝી ગયા હતા જે પૈકી ૨ના સારવાર દરમ્યાન મોત(2 killed in fire) નિપજ્યા છે જયારે ૩ લોકો સરવર હેઠળ છે. ઘટના સંદર્ભે પોલીસ(Bharuch Police)સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી ઘટનાનું કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યા છે.
અભિલાષા ફાર્મા (Abhilasha Pharma)કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી રહી હતી તે દરમયાન રીએક્ટર ચાર્જ કરવામાં આવ્યું હતું. કંપનીમાં ગોપાલ સુદામ, સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ, રઘુનાથ બુધી સંકેત, હરિઓમ ઉપાધ્યાય, રામદિન મંડલ રિએક્ટરમાં આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નાખી નજીકમાં કામ કરી રહ્યા હતા. કામદારોએ રિએક્ટરનું ઢાંકણું ખોલ્યું ત્યારે અચાનક ભડકો થયો હતો. ફ્લેશ ફાયરના કારણે નજીકમાં ઉભેલા કામદારો ગંભીરરીતે દાઝી ગયા હતા.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવારઅર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ સુંદરસિંગ ઇન્દ્રસિંગ અને હરિઓમ ઉપાધ્યાયનું કરૂણ મોત નીપજયું હતું. અન્ય ત્રણ કામદારો ગોપાલ સુદામ, રઘુનાથ બુધી સંકેત અને રામદિન મંડલ ગંભીર હાલતમાં સરવર લઈ રહ્યા છે. બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. ઘટના સંદર્ભે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
આ પણ વાંચો : ડીંગુચા બાદ કલોલમાં પણ અમેરિકા જવાની હોડમાં વિવાદ, એજન્ટોએ ઘરમાં ઘૂસીને પૈસા માટે ફાયરિંગ કર્યું
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'