લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો રાજ્ય સરકાર કરશે પ્રારંભ, અત્યારસુધી 2 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી

રાજ્ય સરકાર લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. સરકાર મણના 1110 રૂપિયા લેખે મગફળી ખેડૂતો પાસેથી ખરીદશે. ટેકાના ભાવે ખરીદી માટે 1 ઓક્ટોબરથી ખેડૂત આઈ પોર્ટલ પરથી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 11:53 AM

દિવાળી પૂર્વે ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર. રાજ્ય સરકાર લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. સરકાર મણના 1110 રૂપિયા લેખે મગફળી ખેડૂતો પાસેથી ખરીદશે. ટેકાના ભાવે ખરીદી માટે 1 ઓક્ટોબરથી ખેડૂત આઈ પોર્ટલ પરથી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં 2 લાખ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે. સરકારે ખાતરી આપી છે મગફળીની ખરીદી થયા બાદ ઝડપથી નાણાં ખેડૂતોને ચુકવવામાં આવશે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીની ધૂમ આવક

નોંધનીય છેકે રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં દિવાળીના તહેવારોમાં જણસીની ધૂમ આવક થઇ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધાઇ છે. ગઈકાલ રાતથી માર્કેટિંગ યાર્ડની બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી છે. અંદાજે 5 થી 6 કિલોમીટર મગફળી ભરેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1અંદાજે 1 લાખ 20 હજાર ગુણીની આવક નોંધાઇ છે. આ વખતે હરાજીમાં મગફળી ભાવના 20 કિલોના 800 થી 1250 સુધીના ભાવ બોલાયા હતા. દિવાળી પર્વમાં 7 દિવસની જાહેર રજાને લઈને મગફળીની મબલખ આવક જોવા મળી હતી.

આ પણ વાંચો : Harbhajan singh ટ્વિટર પર ફરી લીધો પંગો, લોકોનું જાહેરમાં કર્યું અપમાન, ખેલાડીથી લઈને પાકિસ્તાની પત્રકારને નિશાને બનાવ્યા

આ પણ વાંચો : Boxing World Championship: ડેબ્યૂમાં જ નિશાંત દેવે દર્શાવ્યો દમ, બીજા રાઉન્ડમાં મેળવ્યુ સ્થાન, ગોવિંદ સહાની પ્રી-ક્વાર્ટરમાં પહોંચ્યો

Follow Us:
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">