સુરતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો, રાંદેર ઝોનમાં સૌથી વધુ 1105 કેસ
સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 1105 કેસ નોંધાયા છે. જે કુલ કેસના 30 ટકા થાય છે. છેલ્લા 2 સપ્તાહમાં જ શરદી-ખાંસી, તાવના કેસમાં 6 ગણો વધારો થયો છે. 7 વ્યક્તિઓ વરાછા ઝોન-બીના પુણા સીમાડા વિસ્તારના સહયોગ સોસાયટીમાં કોરોના કેસ નોંધાયા છે.
સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના(Corona) ના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે. સુરતમાં કોરોનાના કેસ ખૂબ જ તીવ્ર ગતિથી વધી રહ્યા છે. 20 જાન્યુઆરીએ એક જ દિવસમાં સુરત શહેરમાં કોરોનાના (Corona Case) 2981 કેસ નોંધાયા છે. આ સાથે અઠવા ઝોનમાં બે દર્દીના મોત(death) થયા છે.
સુરતમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધતુ જઇ રહ્યુ છે. 20 જાન્યુઆરીએ સુરતમાં કોરોનાના નવા 2981 કેસ નોંધાયા છે અને 2 દર્દીઓના મોત થયા છે. જ્યારે 2042 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેર અને જિલ્લામાં નવા કુલ 3709 કેસ નોંધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને 1,49,177 પર પહોંચ્યો છે. જ્યારે 2 મોત સાથે મૃત્યુઆંક વધીને 1643 થયો છે. હાલ સુરત શહેરમાં કુલ 22,862 એક્ટિવ કેસ છે. જેમાંથી 434 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.
સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 1105 કેસ નોંધાયા છે. જે કુલ કેસના 30 ટકા થાય છે. છેલ્લા 2 સપ્તાહમાં જ શરદી-ખાંસી, તાવના કેસમાં 6 ગણો વધારો થયો છે. 7 વ્યક્તિઓ વરાછા ઝોન-બીના પુણા સીમાડા વિસ્તારના સહયોગ સોસાયટીમાં કોરોના કેસ નોંધાયા છે. 9 કોરોના કેસ ઉધના ઝોન-એના ભેસ્તાન વિસ્તારના સંગમ સોસાયટીના એક જ વિસ્તારમાં નોંધાયા છે. 15 વ્યક્તિઓ ઉધના ઝોન-બીના ગર્ભણી વિસ્તારના રામેશ્વર નગરમાં નોંધાયા છે. જેથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.
રાજયમાં 20 જાન્યુઆરીએ ફરી કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ફરી રાજયમાં કોરોનાના કેસ 20 હજારને પાર પહોંચ્યો છે. રાજયમાં આજે કોરોનાના નવા 24,485 કેસ નોંધાયા છે. અને, કોરોનાને કારણે 13 લોકોના મોત થયા છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધુ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે. અને રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 24,485 કેસ નોંધાયા છે. અને બીજી લહેરની પીક પણ તોડી નાંખી છે. 18 જાન્યુઆરીએ 17,119 કેસ. 19 જાન્યુઆરીએ 20,966 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં જ 62,550 નવા કેસ નોંધાયા છે.
રાજ્યના મહાનગરોમાં સૌથી વધુ સંક્રમણ ફેલાતું નજરે પડી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 9,837 કેસ નોંધાયા છે. તો સુરતમાં પણ 2,981 નવા દર્દી મળ્યા. વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના 2,823 નવા મામલા સામે આવ્યા. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1,333 કેસ નોંધાયા.
આ પણ વાંચો-
PM મોદી સોમનાથ મંદિર પાસે બનેલા સર્કિટ હાઉસનું આજે કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, ઘણી સુવિધાઓથી છે સજ્જ
આ પણ વાંચો-