ઉનાળે ફાટ્યું વાદળઃ અમરેલીમાં વરસાદની સાથે સૌરાષ્ટ્રના પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, આ જિલ્લાઓમાં પણ ઝાપટાં પડ્યા
ચોમાસુ ભલે શરૂ ન થયું હોય પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણ ચોમાસા જેવું જ રહ્યું. અમરેલીના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. રાજુલાના ડૂંગરોમાં કરા પડ્યા. અમરેલીના મોરંગી પંથકમાં એક કલાકમાં એક ઈંચ વરસાદથી ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. તો અમરેલીના જૂની મંદારડીમાં પણ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો સૌરાષ્ટ્રની સાથે […]

ચોમાસુ ભલે શરૂ ન થયું હોય પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણ ચોમાસા જેવું જ રહ્યું. અમરેલીના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. રાજુલાના ડૂંગરોમાં કરા પડ્યા. અમરેલીના મોરંગી પંથકમાં એક કલાકમાં એક ઈંચ વરસાદથી ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. તો અમરેલીના જૂની મંદારડીમાં પણ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા થયા. મહેસાણા, હિંમતનગર, શામળાજી સહિતના વિસ્તારોમાં હળવું માવઠું થયું હતું.
તો આ તરફ અરવલ્લીના શામળાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો. શામળાજી, ભિલોડા, ખેરોજ, કંપા, જનાલી, ટાંડા સહિતના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો માલપુર, મેઘરજ તાલુકામાં પણ વાતાવરણ પલટાયું છે.. ભારે પવનના કારણે એક શેડ ધરાશાયી થયો હતો. શેડ નીચે એક વ્યક્તિ દબાઈ ગયો હતો. આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
