TAPI : ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટી નજીક, ડેમના 10 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું

UKAI DAM TAPI : ઉકાઈ ડેમનું રુલ લેવલ 340 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ડેમનું રુલ લેવલ મેન્ટેઈન કરવા ડેમમાંથી પાણીની જાવક વધારવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 2:25 PM

TAPI : રાજ્યમાં બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. જેને લઈને રાજ્યના ડેમો ઓવરફ્લો થયા છે. આ તરફ તાપી જિલ્લામાં આવેલો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈડેમ (Ukai Dam) ની સપાટી રુલ લેવલને પાર થઈ છે. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર ચાર ફૂટ દૂર છે. હાલ ડેમની સપાટી 341.12 ફૂટ જ્યારે ડેમનું રુલ લેવલ 340 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ડેમનું રુલ લેવલ મેન્ટેઈન કરવા ડેમમાંથી પાણીની જાવક વધારવામાં આવી છે. ડેમના 22 ગેટ પૈકી 10 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહયું છે.ડેમના 9 ગેટ 4 ફૂટ જ્યારે 1 ગેટ 3 ફૂટ ખોલવામાં આવ્યા છે, ઉકાઈડેમનું પાણી સીધુ તાપી નદીમાં છોડવામાં આવતા નદી કિનારેના વિસ્તારોને તકેદારીના ભાગ રૂપે એલર્ટ કરવામાં આવ્યા

ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમના જળસપાટીમાં મોટો વધારો નોંધાયો છે..ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલીને 98 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું, જે બાદ તાપી નદીકાંઠે આવેલા સંખ્યાબંધ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.ઉકાઈ ડેમની જળસપાટી 340.91 ફૂટ છે.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા તાપીના ઉકાઈડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે… ભારે વરસાદને કારણે આવેલા પાણીને લીધે ડેમની જળસપાટી તેના રૂલ લેવલને પાર થઈ ગઈ છે અને હવે ભયજનક સપાટી માત્ર 4 ફૂટ જ દૂર છે.ડેમમાં હાલ 88 હજાર 643 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.જેને પગલે ઉકાઈડેમનું રૂલ જાળવી રાખવા માટે ગઈકાલે 13 સપ્ટેમ્બરે બપોરે સાડા બાર વાગે ડેમના 22 દરવાજામાંથી 4 દરવાજા 4 ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા. અટલું જ નહીં હાઈડ્રો પ્લાન્ટ ચાલુ કરીને 53 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. વહીવટી તંત્રએ કાંઠા વિસ્તારોને સાવચેત કર્યા હતા.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, લોધિકામાં 21 ઈંચ, વિસાવદરમાં 19 ઇંચ, કાલાવાડમાં 16 ઇંચ અને રાજકોટમાં 13 ઈંચથી વધુ વરસાદ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">