પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેકટના વિરોધમાં તાપી જિલ્લાના વ્યારા ખાતે આદિવાસી સમાજના લોકો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી

|

Mar 05, 2022 | 7:24 PM

તાપી જિલ્લામાં નર્મદા તાપી પાર રિવરલીન્ક પ્રોજેકટના વિરોધમાં તાપી, નવસારી, વલસાડ,ડાંગ, સુરત જિલ્લાના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને આ પ્રોજેક્ટનો વિરોધ વ્યક્ત કરી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેકટના વિરોધમાં તાપી જિલ્લાના વ્યારા ખાતે આદિવાસી સમાજના લોકો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી
આદિવાસી સમાજના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી

Follow us on

પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેકટ મુદ્દે વિરોધનો સુર આદિવાસી સમાજમાં ઉઠી રહ્યો છે, એક તરફ રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેકટ રદ કરવાની જાહેરાત કરી છે,પરંતુ તે અંગે કોઈ ચોક્કસ ખાત્રી ન આપતા આ વિરોધનો જુવાળ દિનપ્રતિદિન તેજ થઈ રહ્યો છે.

પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેકટ મુદ્દેઅને આજે આ મુદ્દે તાપી જિલ્લાના વ્યારા ખાતે વિશાળ રેલી આદિવાસી સમાજના લોકો દ્વારા કાઢવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં આદીવાસી લોકો ઉમટી પડ્યા હતા.

તાપી જિલ્લામાં નર્મદા તાપી પાર રિવરલીન્ક પ્રોજેકટ નો વિરોધ આજે જોવા મળ્યો હતો, આજે તાપી, નવસારી, વલસાડ,ડાંગ, સુરત જિલ્લાના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને આ પ્રોજેક્ટનો વિરોધ વ્યક્ત કરતા જિલ્લા કલેકટર ને આવેદન પાઠવ્યું હતું.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આદિવાસી સમાજના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી

 

 

આ પ્રોજેક થકી હજારો ખેડૂતોની જમીન જશે, અને ભૂતકાળમાં પણ જમીન સંપાદન મુદ્દે જમીન ગુમાવનાર આદીવાસીઓને અન્યાય થયો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. જેને પગલે ફરી તેનું પુનરાવર્તન ન થવા દઈએ તેવી માંગ સાથે રેલી નિકળી હતી

આ રેલી સમયે વ્યારા, નિઝર, માંડવી, વાસદના કોંગ્રેસી ધારાસભ્યો, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી સહિતના લોકો પણ ઉપસ્થિત રહી રેલીને સમર્થન આપી વિરોધનો સુર પુરાવ્યો હતો, અને પ્રોજકટ રદ કરવા માટે માંગ કરતું આવેદન કલેકટર ને સુપરત કર્યું હતું.

આદિવાસી સમાજના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી

 

 

મુખ્યમંત્રીને પણ રજુઆત કરી હતી

ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના સળગતા પ્રશ્ન સમાન પાર-તાપી-નર્મદા લિંક મુદ્દે સ્થાનિક આદિવાસી આગેવાનોએ બુધવારે  ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. તેમણે આ યોજનાને આદિવાસી સમાજના બહોળા હિતમા રદ કરવાની માંગ કરી હતી. જો કે કેન્દ્ર સરકારે બજેટમાં જાહેર કરેલી યોજનાને પડતી મુકવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવી પડશે. જે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખે સ્થાનિક આગેવાનોને ખાતરી આપી હતી.

પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થવાનો દાવો

જેમાં થોડા દિવસ અગાઉ વઘઇ તાલુકામાં ડુબાણમાં આવતા 72 ગામો પૈકી ડુબાણમાં આવતા જામલાપાડા-રંભાસ ખાતે આદિવાસી સંઘર્ષ સાથે એક બિનરાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આદિવાસી સંગઠનની સાથે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા ઉપસ્થિત રહ્યા હતા. તાપી પાર રિવર લિંક અંતગર્ત ડુબાણમાં જતા પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થવાનો દાવો કરાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar: આવતીકાલે PSI ભરતીની લેખિત પરીક્ષા યોજાશે, 312 પરીક્ષા કેન્દ્ર પર 96 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે

આ પણ વાંચોઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખમાં બદલાવ બાદ હવે મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બદલવાની દિલ્હીમાં કવાયત કેમ તેજ થઇ ?

Next Article