લગ્નના ઉન્માદમાં કોરોના ભૂલાયોઃ તાપી જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં ગાઈડ લાઇનનો છડેચોક ભંગ કરીને લોકો નાચ્યા
તાપી જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં કોરોનાની ગાઈડ લાઇનનો છડેચોક ભંગ થયો છે, જે બાબત પોલીસને ધ્યાને આવતા પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોરોના (Corona) એ હાલ દેશ દુનિયાને હચમચાવી નાખ્યું છે,ત્યારે હજુ ઘણા એવા લોકો છે તે આ મહામારીની ગંભીરતા સમજતા નથી અથવા તો સમજવા માંગતા નથી, આવુ જ કંઈક ફરી તાપી જિલ્લામાં બન્યું છે, જેને પગલે પોલીસની ઢીલી કાર્યવાહી પર સવાલ ઉભા થઇ રહ્યા છે, ડોલવણના પાટી ગામે ડોળવણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુનંદાબેન ગામીતના દિયરના લગ્ન (wedding) ગત રોજ હતા, જેમાં યોજાયેલ ડીજે પાર્ટીમાં સડેચોક કોરોના ગાઈડલાઈન (Corona’s guideline) નો ભંગ દેખાઈ રહ્યો હતો.
તાપી (Tapi) જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં કોરોનાની ગાઈડ લાઇનનો છડેચોક ભંગથયો છે, મોટી સંખ્યામાં એકઠા થયેલાં લોકો નાચતા ( people dance) હોવાની બાબત પોલીસને ધ્યાને આવતા પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ એપેડમિક એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા આજે પોલીસ હરકતમાં આવી ત્રણ આયોજકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તો વ્યારા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષે ચૂંટાઈ આવેલ ધારાસભ્ય પુનાજીભાઈ ગામીતે ઘટનાને વખોડી નિષ્પક્ષ કાર્યવાહી થાય તેવી વાતો કરી છે.તો બીજેપી આગેવાનોનો સંપર્ક કરતા તેઓ બહાર હોવાનું કહીને મીડિયા સાથે આ મુદ્દે વાત કરવાનું ટાળ્યું હતું.
આ પણ વાંચોઃ Surat: બપોર સુધી કોરોનાના કેસો એક હજારને પાર, 1.63 લાખ બાળકોનું વેક્સિનેશન પૂર્ણ
આ પણ વાંચોઃ ગુજરાતના મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારીઓની હવે ખેર નહિ, એસઆઇટીની રચના કરાશે