Surat: બપોર સુધી કોરોનાના કેસો એક હજારને પાર, 1.63 લાખ બાળકોનું વેક્સિનેશન પૂર્ણ
સુરત મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર બીજા તબક્કાની મહામારી બાદ પહેલી વખત શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાને ધ્યાને રાખતા રીકવરી રેટ 85 ટકાની નીચે પહોંચી ચુક્યો છે.
સુરત (Surat) શહેરમાં મંગળવારે બપોર સુધી કોરોના (Corona) મહામારીના સંક્રમણનો વધુ 1,002 નાગરિકો શિકાર બન્યા છે, અત્યાર સુધી બપોરે નોંધાયેલા તમામ કેસોમાં આ આંકડો સૌથી વધુ હોવાને કારણે આજે સાંજ સુધી સંભવતઃ સુરત શહેરમાં પહેલી વખત કોરોનાગ્રસ્ત દર્દીઓનો (Patients) આંકડો ત્રણ હજારને પાર કરે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉત્તરાયણના તહેવાર બાદ સુરત શહેરમાં કોરોનાનો ગ્રાફ અપેક્ષાનુસાર બેફામ ગતિએ આગળ વધી રહ્યો છે. ગઈકાલે 2,955 કેસો સાથે રિકવરી રેટ 85 ટકાની નીચે પહોંચી ચુકયો છે. અત્યાર સુધી સુરત શહેરમાં કુલ 1.40 લાખ જેટલા દર્દીઓ નોંધાઈ ચુક્યા છે, જેની સામે 1.19 લાખ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સોમવારે સુરત શહેરની હોસ્પિટલો સહિત કુલ 16,806 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
સુરત સહિત સમગ્ર દેશમાં ત્રીજી જાન્યુઆરીના રોજથી 15થી 18 વર્ષના બાળકોના વેક્સીનેશનના પ્રારંભને પગલે સુરત શહેરમાં હાલ 1.63 લાખ બાળકોના વેક્સીનેશનની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. જ્યારે આ અઠવાડિયા પૂર્વે અન્ય બાળકોના વેક્સીનેશનના પહેલા તબક્કાની કામગીરી પણ પૂર્ણ થઈ જશે.
1.63 લાખ બાળકોનું વેક્સિનેશન પૂર્ણ
આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં હાલ 15થી 18 વર્ષની ઉંમરના 1.95 લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયેલા છે, જે પૈકી તમામ ઝોન વિસ્તારની શાળાઓમાં તબક્કાવાર હાથ ધરવામાં આવેલા વેક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધી 1.63 લાખ વિદ્યાર્થીઓને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે બાકી રહેલા 30 હજાર જેટલા વિદ્યાર્થીઓના વેક્સીનેશનની કામગીરી આ અઠવાડિયા પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે .
સુરત શહેરમાં રિકવરી રેટ 85 ટકાની નીચે પહોંચ્યો
સુરત મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર બીજા તબક્કાની મહામારી બાદ પહેલી વખત શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાને ધ્યાને રાખતા રીકવરી રેટ 85 ટકાની નીચે પહોંચી ચુક્યો છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો 350 દર્દીઓ સિવિલ સ્મીમેર અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન વિસ્તારોમાં મળીને વધુ 1,002 નાગરિકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેને પગલે સુરત શહેરમાં હવે કુલ એક્ટીવ કેસની સંખ્યા 20 હજારને પાર થઈ ચુકી છે. સતત વધી રહેલા કેસોને પગલે મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા હવે શહેરના તમામ ઝોન વિસ્તારોમાં અગમચેતીના ભાગરૂપે અલાયદા કોવિડ કેર સેન્ટરો પણ શરૂ કરવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે .
આ પણ વાંચો : Surat : વેક્સીન જ છે સુરક્ષા કવચ, કોરોનાથી મોતને ભેંટેલા 13માંથી 6 એ વેક્સીન નહોતી લીધી
આ પણ વાંચો : Surat : આવતા મહિને સિવિલમાં આવશે 150 રેસિડન્ટ ડોક્ટર્સ, મેન પાવરમાં થશે વધારો