લો બોલો, ગુજરાતમાં દારૂ પીવામાં મહિલાઓ ટપી ગઈ પુરુષોને, 5 વર્ષમાં આંકડા ડબલ !

પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ દારૂની મોજ માણતી હોય તેવા દ્રશ્યો લગભગ સામાન્ય બન્યા છે.કાયદેસરની પીવાની પરમિટ ધરાવતા કે ગેર-કાયદેસર પણ દારૂનું સેવન કરતી મહિલાઓનું પ્રમાણ આજકાલ ખૂબ વધી રહ્યું છે.

  • Tv9 webdesk41
  • Published On - 19:53 PM, 11 Jan 2021
લો બોલો, ગુજરાતમાં દારૂ પીવામાં મહિલાઓ ટપી ગઈ પુરુષોને, 5 વર્ષમાં આંકડા ડબલ !
પ્રતિકાત્મક તસવીર

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS),2019-20ના એક સર્વેના રિપોર્ટમાં બહાર આવ્યુ છે કે ગુજરાતમાં છલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ દારૂના સેવનમાં પુરુષો કરતા બમણી આગળ નિકડી ગઈ છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કાયદેસર કે ગેરકાયદેસર રીતે વર્ષે લાખો કરોડો રૂપિયાનો દારૂ પીવાય છે. દીવ- દમણ જેવી જગ્યાઓ ગુજરાતના પ્યાસીઓ માટે કોઇ કમ સ્થળ નથી. જ્યાં પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ દારૂની મોજ માણતી હોય તેવા દ્રશ્યો લગભગ સામાન્ય બન્યા છે.કાયદેસરની પીવાની પરમિટ ધરાવતા કે ગેર-કાયદેસર પણ દારૂનું સેવન કરતી મહિલાઓનું પ્રમાણ આજકાલ ખૂબ વધી રહ્યું છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS),2019-20ના એક સર્વેના રિપોર્ટમાં બહાર આવ્યુ છે કે 33,343 મહિલાઓ અને 5,351 પુરષોનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં 200 મહિલાઓ (0.6%) અને 310 પુરુષો (5.8%) એ પોતે દારૂનું સેવન કરે છે તેવુ સ્વીકાર્યું હતું. જ્યારે 2015ના સર્વેમાં 22,932 મહિલાઓ અને 6,018 પુરુષોના સર્વે કરાયો હતો જેમાં 68 મહિલાઓ (0.3%) અને 668 પુરૂષોએ (11.1%)એ દારૂ પીધાનું સ્વીકાર્યું હતું જે આ વર્ષના સર્વેની સરખામણીએ બમણુ (ડબલ) સાબિત થયું છે. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં આ આંકડો ભવિષ્યમાં કદાચ વધે તો નવાઈ નહીં.