વરસાદનું જોર ઘટતા સૌરાષ્ટ્રવાસીઓને બફારાનો અનુભવ થશે, જાણો તમારા શહેરમાં મોસમનો કેવો રહેશે મિજાજ ?

|

Jul 30, 2022 | 6:30 AM

Weather Update : સૌરાષ્ટ્રમાં (Saurashtra) વરસાદની નહિવત શકયતા છે.વરસાદનું જોર ઘટતા તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે.

વરસાદનું જોર ઘટતા સૌરાષ્ટ્રવાસીઓને બફારાનો અનુભવ થશે, જાણો તમારા શહેરમાં મોસમનો કેવો રહેશે મિજાજ ?
Gujarat weather update

Follow us on

હવામાન વિભાગની (IMD)  વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં (Ahmedabad) આજે અને આવતીકાલે સામાન્ય વરસાદ રહેશે. જો કે સૌરાષ્ટ્રમાં (Saurashtra) વરસાદની નહિવત શકયતા છે.વરસાદનું જોર ઘટતા તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગનું માનીએ તો બીજી ઓગસ્ટથી વરસાદનું જોર ફરી વધશે.જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 30 જુલાઈએ અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉપરાંત દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ રહેશે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે.તેમજ 66 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે.આણંદમાં (Anand) મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં ગરમીનું તાપમાન વધશે

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વરસાદની 30 ટકા આગાહી કરવામાં આવી છે.ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ વરસીદની શક્યતા નહિવત છે.તો બોટાદમાં(Botad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે. ઉપરાંત શહેરમાં વરસાદ થવાની સંભાવના નથી.બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ શહેરમાં 50 ટકા જેટલી વરસાદ થવાની શક્યતા છે.
દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ શહેરમાં 40 ટકા વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે

જો ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શક્યતા નથી.તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વરસાદની કોઈ સંભાવના નથી.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 35 રહેશે.જ્યારે ખેડામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તો દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈ શક્યતા નથી.બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શક્યતા નથી.મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(mehsana)વરસાદ થવાની સંભાવના નથી.શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.જ્યારે દિવસ દરમિયાન શહેરવાસીઓને વાદળછાયા વાતાવરણનો અનુભવ કરશે.

વલસાડમાં હળવા વરસાદની આગાહી

જો નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 જોવા મળશે,ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે, તો દિવસ દરમિયાન 78 ટકા ભેજ રહેશે.પોરબંદરમાં(Porbandar) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે.આજે શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 33નોંધાશે.તેમજ દિવસ દરમિયાન બફારાનો અનુભન થશે.તો સુરતમાં (surat) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 31 જોવા મળશે.શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

સુરેન્દ્રનગરમાં(Surendranagar) ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 35 નોંધાશે.ઉપરાંત દિવસ 67 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. ઉપરાંત તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 32 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા 40 ટકા વરસાદઆગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 34 નોંધાશે.અને વલસાડમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની શક્યતા છે.

 

(નોંધ- આ માત્ર પ્રાથમિક અનુમાન છે તેમાં ફેરફાર આવી શકે છે.)

Next Article