Ahmedabad: હિલેરી ક્લિન્ટને સેવા સંસ્થાના સંસ્થાપક ઇલા ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પી, કહ્યું તેમણે મહિલોના ઉત્થાન માટે ખૂબ મહેનત કરી

TV9 GUJARATI

|

Updated on: Feb 05, 2023 | 10:49 PM

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન રવિવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે.હિલેરી ક્લિન્ટને રવિવારે સેલ્ફ-એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન (SEWA)ના સ્થાપક ઇલા ભટ્ટને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમાં લોકમાન્ય તિલક બાગની મુલાકાત લીધી હતી

Ahmedabad: હિલેરી ક્લિન્ટને સેવા સંસ્થાના સંસ્થાપક ઇલા ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પી, કહ્યું તેમણે મહિલોના ઉત્થાન માટે ખૂબ મહેનત કરી
Hillary Clinton Paid Tribute To Ila Bhatt

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન રવિવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે.હિલેરી ક્લિન્ટને રવિવારે સેલ્ફ-એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન (SEWA)ના સ્થાપક ઇલા ભટ્ટને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમાં લોકમાન્ય તિલક બાગની મુલાકાત લીધી હતી. તેમણે 2022 માં આ બગીચામાં ઇલા ભટ્ટ દ્વારા વાવેલા વડના વૃક્ષની નજીક બનેલા સ્મારક પાસે કહ્યું કે “મારી મિત્ર ઇલાબેનની આ અદ્ભુત સ્મૃતિ બનાવવા જેમણે મહેનત કરી છે તેમણે દેશ અને વિશ્વની મહિલાઓને ઉત્થાન માટે પણ ખૂબ મહેનત કરી છે.”

હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તનના કારણે વધતી ગરમી અનૌપચારિક ક્ષેત્રમાં મહિલા કામદારો માટે એક વધારાનો પડકાર છે.  એક વૈશ્વિક ‘ક્લાઈમેટ રિઝિલિયન્સ ફંડ’ આ પડકારને પહોંચી વળવામાં મદદ કરશે. હિલેરી ક્લિન્ટને કહ્યું કે આ સમસ્યા અંગે ચિંતિત જૂથ ક્લાઈમેટ રેઝિલિયન્સ ફંડ શરૂ કરવા એકસાથે આવ્યું છે. વિશ્વમાં આ પ્રકારનું પ્રથમ ફંડ હશે. હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે તેમણે SEWA ના ડિરેક્ટર રીમાબેન નાણાવટી સાથે વાત કરી હતી કે વધતી ગરમી એ એક નવો પડકાર છે કારણ કે તે મહિલા ટ્રેડ યુનિયન સભ્યોની દરેક વસ્તુને અસર કરશે.

સેવાના કાર્યક્રમ સંયોજક રશ્મિ બેદીએ જણાવ્યું કે હિલેરી ક્લિન્ટન સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાની પણ મુલાકાત લેશે અને અગરિયાઓને મળશે. હિલેરી ક્લિન્ટનનો વર્ષ 1995 અને 2018 પછી તેમનો સેવા સંસ્થાનો ત્રીજો પ્રવાસ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati