Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar: જીલ્લા સંકલનની બેઠકમાં જ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણાના ધરણા

ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવવી જોઈએ પરંતુ ભષ્ટાચાર આચરીને કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવતી નથી, એવી ઉગ્ર રજુઆત વચ્ચે નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા સંકલન બેઠક વચ્ચે જમીન પર બેસી ગયા હતા

Surendranagar: જીલ્લા સંકલનની બેઠકમાં જ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણાના ધરણા
સુરેન્દ્રનગર જીલ્લા સંકલનની બેઠકમાં જ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણાના ધરણા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 5:46 PM

છેલ્લા ઘણા સમયથી સંકલન બેઠક માત્ર કહેવા પુરતી જ મળતી હોય અને આ બેઠકમાં મોટાભાગના પ્રશ્નોના નિરાકરણમાં માત્ર જોઈ લેવામાં આવેશે અથવા આગામી બેઠકમાં માહિતી આપવામાં આવશે તે પ્રકારની માત્ર ખાનાપૂર્તિ જ કરવામાં આવતાં આજની સંકલનની બેઠક (coordination meeting)માં ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મિજાજ ગુમાવ્યો હતો અને આ પ્રકારની કાર્યવાહી સામે નારાજ થઇ ધારાસભ્ય નૌશાદ સોલંકી (Naushad Solanki)  સંકલનની બેઠક વચ્ચે જ બેસી ગયા હતા અને તેમની સાથે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા (Rutvik makwana) પણ બેસી ગયા હતા.

સુરેન્દ્રનગર જીલ્લાની તમામ નગરપાલિકાઓ સરકારના કાયદાઓ અને ઉચ્ચ ન્યાયાલયના હુકમોને ધોળીને પી જાય છે. તમામ નગરપાલિકાઓમાં અમુક બિલ્ડર માફિયાઓ મનફાવે તેમ બાંધકામ કરાવીને અનેક ગેરકાયદેસર કોમર્સીયલ કોમ્લેક્ષો બાંધી દીધા છે પરંતુ નગરપાલિકાના તંત્ર સાથે સાંઠગાંઠ કરી CGDCRની જોગવાઈઓ પ્રમાણે BU પરમીશન લેતા જ નથી.

આવા બિલ્ડરો સામે હાઇકોર્ટે પણ સખત વલણ અખત્યાર કર્યું છે. પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરો આવા ગેરકાયદેસરના બિલ્ડિંગોને સીલ મારવા કે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કોઈ જ કાર્યવાહી કરતા નથી આથી નૌશાદ સોલંકી દ્વારા સીધો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ACBને તપાસ સોપવા આગ્રહ કર્યો હતો.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

ખાસ કરીને પાટડીમાં મુખ્ય ચાર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે અભયમ કોમ્પ્લેક્ષ બાંધી દેવામાં આવ્યું છે. તે બાબતે છેલ્લા એક વર્ષથી રજુઆતો કરવામાં આવી છે. છેલ્લે ક્ષેત્રીય કમિશ્નર અમદાવાદના હુકમમાં આ બિલ્ડિંગ બાબતે સ્પષ્ટ જણાવ્યું છે, પાટડી નગરપાલિકા દ્વારા અભયમ કોમ્પ્લેક્ષને સત્તા મર્યાદા બહાર જઈ ખોટી રીતે બાંધકામની મંજુરી આપી છે અને આ બાંધકામમાં CGDCRની કોઈ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું નથી આથી બાંધકામની મંજુરી આપતા ઠરાવને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

આથી હવે CGDCRની જોગવાઈઓ પ્રમાણે આ બિલ્ડિંગ ઓથોરાઈઝ્ડ કેટેગરીમાં આવતું હોવાથી તાત્કાલિક સીલ કરી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી જોઈએ પરંતુ ભષ્ટાચાર આચરી કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ આ ઉગ્ર રજુઆત વચ્ચે નૌશાદ સોલંકી સંકલન બેઠક વચ્ચે જમીન પર બેસીને ધરણા કરતા ઇન્ચાર્જ કલેકટર સંપથ દ્વારા 200 % પગલા લેવાશે તેવી ખાતરી આપતા ધરણા મોકૂફ રાખી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી.

આખરે તંત્ર દ્વારા કરોનાના મોતના સાચા આંકડા જાહેર કરવા પડ્યા- સોલંકી

નૌશાદ સોલંકીની સતત તાર્કિક અને મજબૂત લડતના કારણે આજે આખરે તંત્ર દ્વારા કરોનાના મોતના સાચા આંકડા જાહેર કરવા પડ્યા. અત્યાર સુધી કરોનામાં સુરેન્દ્રનગર જીલ્લામાં માત્ર 135 જ મોતના ગાણા ગાતા હતા જે હવે 1477 મોતના જાહેર કર્યા. ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતના લોકો સાથે ગુનાહિત રીતે સત્ય છુપાવ્યું છે. અમે વારંવાર જણાવતા હતા કે સેંકડો લોકોના મૃત્યુ થયા છે પરંતુ દરેક વખતે અધિકૃત રીતે જીલ્લામાં માત્ર 135 લોકોના જ મોત થયા છે તેમ જણાવતા હતા. નૌશાદ સોલંકી દ્વારા ત્રણ વર્ષના સરેરાશ મોતના આંકડા સાથે ફેબ્રુઆરી 2020 થી મે 2021 ના આંકડા સરખાવતા 4500 કરતા વધારે મોત થયાનું અગાઉની સંકલનમાં જાહેર કર્યું હતું. ત્યાર બાદ તેમના દ્વારા વિવિધ હોસ્પિટલોમાંથી સીધા મોતના આંકડાઓ મેળવીને તંત્રની પોલ ખોલી હતી. ત્યારે આજે તંત્રને અધિકૃત રીતે 1477 મોતનો આંકડો જાહેર કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત ગેરલાયક ઠરેલા સરપંચો તથા દસાડામાં પુરતી સંખ્યામાં તલાટીઓની નિમણુક અને એસટી નિગમમાં કંડકટરની અછતના કારણે રદ થતી બસોની ટ્રીપ બાબતે રજુઆતો કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, છેલ્લા 24 કલાકમાં 486 કેસ નોંધાયા, 13 લોકોના મૃત્યુ

આ પણ વાંચોઃ ગાંધીનગર : હવે 10,000 પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિની શિક્ષણમંત્રીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">