ગાંધીનગર : હવે 10,000 પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિની શિક્ષણમંત્રીની જાહેરાત
સોમવારથી તમામ સ્કૂલ-કોલેજમાં શિક્ષણકાર્ય સંપૂર્ણ ઓફલાઈન શરૂ થશે. ત્યારે પ્રાથમિક શાળાઓની શિક્ષકોની ખાલી જગ્યાઓને શિક્ષણને અસર પડે તેવી સંભાવનાઓ છે. જેથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10,000 શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ થશે.
Gandhinagar: પ્રાથમિક શાળાઓમાં શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની (teachers) તાત્કાલિક નિયુક્તિ કરવાનો નિર્ણય લેવાયો છે. અને, આ શિક્ષકોની નિયુક્તિ માટે રૂ.10.50 કરોડની જોગવાઈ કરાઈ હોવાની શિક્ષણમંત્રીએ (Minister of Education) ટ્વીટ (Tweet)કરીને માહિતી આપી છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે. તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.10.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શિક્ષણમંત્રીનું ટ્વીટ
કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવેલ છે.
— Jitu Vaghani (@jitu_vaghani) February 19, 2022
નોંધનીય છેકે સોમવારથી તમામ સ્કૂલ-કોલેજમાં શિક્ષણકાર્ય સંપૂર્ણ ઓફલાઈન શરૂ થશે. ત્યારે પ્રાથમિક શાળાઓની શિક્ષકોની ખાલી જગ્યાઓને શિક્ષણને અસર પડે તેવી સંભાવનાઓ છે. જેથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10,000 શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ થશે.
રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા અને 10 વર્ષ બાદ શિક્ષકોની બદલી-બઢતીના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના આ નિર્ણય સીધી રીતે રાજ્યના 2 લાખ શિક્ષકોને અસર થશે. આ ઉપરાંત ગત ગુરુવારે શિક્ષણમંત્રીએ 3થી 4 હજાર શિક્ષકોને છુટા કરવા અંગે પણ નિર્ણય કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.
આ પણ વાંચો : સંરક્ષણ મંત્રીએ DefExpo 2022 મોબાઇલ એપ પણ લોન્ચ કરી, સાથે જ EXPOની તૈયારીઓની સમીક્ષા કરી
આ પણ વાંચો : Gandhinagar : કોળી ઠાકોર સમાજે ગ્રાન્ટ વધારાની માંગ કરી, શિક્ષણ માટે લોન આપવા રજૂઆત