Gujarati video : લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત, 3 લોકોના કમકમાટી ભર્યા મોત
ધડાકાભેર કાર અને ટ્રકના થયેલ ટક્કરને કારણે ઘટના સ્થળે 2 લોકોના મોત થયા હતા જ્યારે 1 મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતની જાણ થતા સ્થાનિકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
લીંબડી- અમદાવાદ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ છે. આ ઘટના ચોરણીયા ગામના પાટિયા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર કાચ અને ટ્રકના અકસ્માતમાં ઘટના સ્થળે 2 લોકોના મોત થયા હતા જ્યારે 1 મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતની જાણ થતા સ્થાનિકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં જ્યાં અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મળતી માહિતી અનુસાર ઘટનામા પીડિત પરિવાર રાજસ્થાનથી રાજકોટ જતા સમયે અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : Amreli: બાબરાની કાળુભાર નદીમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
3 death, one injured in an accident on #Surendranagar Limbdi road #Gujarat #TV9News pic.twitter.com/a6VcrpwgpU
— Tv9 Gujarati (@tv9gujarati) January 31, 2023
આ અગાઉ પણ રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના ફુટેઝ સામે આવી રહ્યાં છે. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.