Video : ગુજરાત પોલીસે એક વર્ષમાં 9006 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું : હર્ષ સંઘવી
ગુજરાતમાં નહીં ચલાવી લેવાય ડ્રગ્સનું દૂષણ. રાજ્યમાં ડ્રગ્સના દૂષણને લઇ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું અને કહ્યું ડ્રગ્સનું દૂષણ અટકાવવા સરકાર ઝુંબેશ ચલાવી રહી છે..જેના ભાગરૂપે દેશના અલગ અલગ રાજ્યમાં જઇ પોલીસે ડ્રગ્સના વેપારનો પર્દાફાશ કર્યો છે.
ગુજરાતમાં નહીં ચલાવી લેવાય ડ્રગ્સનું દૂષણ. રાજ્યમાં ડ્રગ્સના દૂષણને લઇ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું અને કહ્યું ડ્રગ્સનું દૂષણ અટકાવવા સરકાર ઝુંબેશ ચલાવી રહી છે..જેના ભાગરૂપે દેશના અલગ અલગ રાજ્યમાં જઇ પોલીસે ડ્રગ્સના વેપારનો પર્દાફાશ કર્યો છે.એટલું જ નહીં છેલ્લા એક વર્ષમાં પોલીસે 9 હજાર 6 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને ડ્રગ્સ પેડલરો સામે કાર્યવાહી કરી છે.સાથે જ કહ્યું કે રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ ચલાવી લેવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં સુરક્ષા એજન્સીઓને દરિયાઇ ડ્રગ્સની હેરફેરની 6 મોટી ઘટનાઓને અંજામ પહેલા અટકાવવામાં સફળતા મળી છે.આપને જણાવી દઇએ કે 2021માં 1 હજાર 461 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.જ્યારે 2022માં આ આંકડો 4 હજાર 374 કરોડ પર પહોંચ્યો છે.2021માં કુલ 36 આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે 2022માં કુલ 63 આરોપીઓ ઝડપાઇ ચૂક્યા છે.એકલે 2021ની તૂલનાએ 2022માં ત્રણ ગણી ડ્રગ્સ હેરફેર વધી અને ત્રણ ગણા જથ્થાને ઝડપી પણ લેવાયો છે.
આ પૂર્વે પણ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા ફરી એક વખત દરિયામાંથી ડ્રગસનો મોટો જથ્થો પકડી પાડયો છે..ડ્રગ્સની સાથે સૌપ્રથમ વખત હથિયારો પણ મળી આવ્યા છે..ગુજરાતની દરિયાઈ સીમમાં ઓખાના દરિયાકાંઠેથી 40 કિલો હેરોઇનના જથ્થા સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી લીધી હતી.
આ પણ વાંચો : Ahmedabad: એમડી ડ્રગ્સના જથ્થા સાથે પેડલરની ધરપકડ, 32 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું